police bharti 2024 running ground and nodal officer: ગુજરાત પોલીસ ભરતી ની તૈયારી કરી રહેલ ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જાન્યુઆરી મહિનાના બીજા અઠવાડિયામાં શારીરિક કસોટી યોજાઈ તેવી શક્યતા છે તે માટે ભરતી બોર્ડ (police bharti board gujarat) દ્વારા 15 ગ્રાઉન્ડના મોડલ અધિકારીની જાહેરાત કરાઈ છે.
આ ફિઝિકલ પરીક્ષા પીએસઆઇ (PSI) અને લોક રક્ષક દળ ની પોસ્ટ માટે છે.
અત્યારે સોસિયલ મીડિયામાં પોલીસ ગ્રાઉન્ડ સંબંધિત વિગતો વાઇરલ થઈ રહી છે. જેમાં વિવિધ જીલાઓના ઉમેદવારો તેમના જિલ્લાના ગ્રાઉન્ડ અનુશાર તૈયારી કરી શકે છે. આ માટે ખાસ 15 ગ્રાઉન્ડના નોડલ અધિકારીઓની માહિતી જાહેર કરાઇ છે.
Gujarat Police Recruitment Board
ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલનું નિવેદન
ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું કે એપ્રિલ મહિનામાં PSI અને લોકરક્ષક માટે ભરતીની અરજીઓ મંગાવાઈ હતી. જોકે, તે સમયે કોલેજ અને શાળાની પરીક્ષાઓના પરિણામો આવ્યા હતા અને ઉનાળાની ગરમી તેમજ ચોમાસાની ઋતુને કારણે તાત્કાલિક શારીરિક કસોટી લેવાઈ ન હતી. આ માટે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ઉમેદવારો માટે ફરીથી અરજીઓ મંગાવાઈ હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે જે ઉમેદવારો PSI અને લોકરક્ષક બંને માટે અરજી કરી છે, તેવા ઉમેદવારોને ફક્ત એક જ વખત શારીરિક કસોટી આપવી પડશે. હસમુખ પટેલે ઉમેદવારોને તંત્ર પર ભરોસો રાખવા અને સખત મહેનત દ્વારા સફળ થવા માટે પ્રેરિત કર્યા.
તેમણે ચેતવણી આપી કે ભરતીમાં ઘૂસપેંઠ કે છેતરપિંડી કરવાનો પ્રયાસ ન કરવો, કેમ કે અગાઉના સમયગાળા દરમિયાન આવા પ્રયાસો કરવા વાળા પર કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
આમ, ગુજરાત પોલીસ ભરતી માટેની આ અપડેટ તમામ ઉમેદવારો માટે મહત્વની છે. ગ્રાઉન્ડ અને નોડલ અધિકારીઓની માહિતી મેળવી ઉમેદવારોને તેમના લક્ષ્યને સાર્થક કરવા માટે પૂરતી તૈયારી કરવાની સલાહ આપવામાં આવે છે.