જો તમે યુપીઆઈ (UPI) દ્વારા પેમેન્ટ કરવા કે સ્વીકારવા માંગો છો, તો આ સમાચાર તમારા માટે છે. તારીખ 8 ફેબ્રુઆરી 2025ના રોજ 3 કલાક માટે UPI સેવા ઉપલબ્ધ રહેશે નહીં. એટલે કે, તમે કોઈપણ ડિજિટલ પેમેન્ટ કે લેન-દેન કરી શકશો નહીં.
કઈ સમયે UPI સેવા બંધ રહેશે?
HDFC બેંક દ્વારા 8 ફેબ્રુઆરી 2025ની મધરાતે 12:00 વાગ્યાથી સવારે 3:00 વાગ્યા સુધી સિસ્ટમ મેન્ટેનન્સનું કામ હાથ ધરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન UPI દ્વારા કોઈપણ પેમેન્ટ મોકલી શકાશે નહીં કે પ્રાપ્ત કરી શકાશે નહીં.
UPI બંધ હોવાને કારણે ગ્રાહકોને મુશ્કેલી?
આજના યુગમાં ડિજિટલ પેમેન્ટની માંગ વધી રહી છે. મોટા ભાગના લોકો શાકભાજી ખરીદીથી લઈને શોપિંગ મોલ અને બજારમાં UPI દ્વારા પેમેન્ટ કરે છે. આવી સ્થિતિમાં ત્રણ કલાક માટે સેવા બંધ થવાથી લોકોને થોડી અસુવિધા થઈ શકે છે.
બેંકે આપી મહત્વની સૂચના
HDFC બેંકે પોતાના ગ્રાહકો માટે પહેલેથી જ જાણકારી આપી છે કે આ ડાઉનટાઇમ દરમિયાન બચત ખાતા, ચાલુ ખાતા કે રૂપે ક્રેડિટ કાર્ડ દ્વારા UPI વ્યવહાર શક્ય નહીં થાય. એટલા માટે, જો તમારે આ સમયગાળા દરમિયાન કોઈ મહત્વનું પેમેન્ટ કરવું હોય તો તેને અગાઉથી સેટલ કરી લો.
જો તમે હંમેશા UPI નો ઉપયોગ કરતા હોવ તો આ માહિતી તમારા માટે અગત્યની છે. એડવાંન્સમાં તૈયાર રહો અને 8 ફેબ્રુઆરી 2025ના રોજ રાત્રે 12:00થી 3:00 સુધી UPI સેવાની અલટરનેટ વ્યવસ્થા રાખો.
UPI Unified Payments Interface HDFC Bank UPI services RuPay Credit Cards UPI transactions downtime Paytm PhonePe BHIM