ગુજરાતમાં ઉચ્ચ અધિકારીઓમાં ખળભળાટ, એક સાથે 10 IAS અધિકારીઓના ટ્રાન્સફર ઓર્ડર - Gujjutak
◉ ચાર્જશીટ અપાયેલા 276 આરોગ્ય કર્મચારીઓએ બચાવનામું રજુ કર્યું, નિયમાનુસાર કાર્યવાહી થશે ◉ ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ 11મા દિવસે: 2100થી વધુ કર્મચારીઓને બરતરફ કરાયા ◉ ગુજરાત સરકાર લેન્ડ રેવન્યૂ બિલમાં કરશે સુધારો, સરકારની મંજૂરી વિના જમીન વેચનાર સામેના કેસ પડતા મૂકાશે ◉ આરોગ્ય કર્મચારીઓની હડતાળ પર સરકારનો કડક નિર્ણય: 1100 કર્મચારીની નોકરી ગઈ, 10,000ને નોટિસ ◉ IPL Cheerleaders Salary: કેટલો હોય છે IPL ચીયરલીડર્સનો પગાર? કઈ ફ્રેન્ચાઈઝી આપે છે સૌથી વધુ સેલરી?

ગુજરાતમાં ઉચ્ચ અધિકારીઓમાં ખળભળાટ, એક સાથે 10 IAS અધિકારીઓના ટ્રાન્સફર ઓર્ડર

લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજ્યમાં ટ્રાન્સફર અને પ્રમોશનની પ્રક્રિયા ચાલી રહી છે. અત્યાર સુધીમાં પોલીસ અને પંચાયત વિભાગમાં ઘણા અધિકારીઓની બદલી થઈ ચૂકી છે. હવે ગુજરાતના 10 IAS અધિકારીઓના ટ્રાન્સફર ઓર્ડર જાહેર થયા છે.

Author image Gujjutak

લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજ્યમાં ટ્રાન્સફર અને પ્રમોશનની પ્રક્રિયા ચાલી રહી છે. અત્યાર સુધીમાં પોલીસ અને પંચાયત વિભાગમાં ઘણા અધિકારીઓની બદલી થઈ ચૂકી છે. હવે ગુજરાતના 10 IAS અધિકારીઓના ટ્રાન્સફર ઓર્ડર જાહેર થયા છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ 10 અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

10 IAS અધિકારીઓની બદલી

સરકાર દ્વારા IAS અધિકારીઓના ટ્રાન્સફરની પ્રક્રિયા ચાલુ છે. ડૉ. રતનકંવર ગઢવીને સાબરકાંઠા કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે. સુજીત કુમારને ભાવનગરના કમિશનર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.


શ્વેતા તિઓટીયાને ગુજરાત ઉર્જા વિકાસ નિગમના ડાયરેક્ટર (એડમિનિસ્ટ્રેશન) તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. એસ.કે. મોદીને નર્મદા જિલ્લાના કલેક્ટર અને એન.એન. દવેને વલસાડના કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવ્યા છે. એસ.ડી. ધાનાણીને પોરબંદરના કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.

કે.ડી. લાખાણીને લેબર ડાયરેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. એન.વી. ઉપાધ્યાયને કો-ઓપરેટિવ સોસાયટીના રજિસ્ટ્રાર તરીકે નિયુક્તિ આપવામાં આવ્યા છે છે. લલિત નારાયણસિંહને સમગ્ર શિક્ષા અભિયાનના પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે અને સાથે જ ગુજરાત સ્ટેટ હેન્ડલૂમ અને હેન્ડિક્રાફ્ટ્સ ડેવલપમેન્ટના એમ.ડી. તરીકે વધારાના હવાલા સાથે નિયુક્તિ કરવામાં આવી છે. બી.જે. પટેલને ગાંધીનગરના વિકાસ કમિશનર તરીકે નિયુક્તિ કરવામાં આવ્યા છે.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News