અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ભરતી 2024: અમદાવાદમાં મહિલાઓ માટે નોકરીની સુવર્ણ તક, ફટાફટ કરો અરજી

Urban Health Society Ahmedabad Recruitment 2024: નોકરીની શોધમાં રહેલી મહિલાઓ માટે ખુશખબર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા અર્બન હેલ્થ સોસાયટી હેઠળ કરાર આધારિત ભરતી જાહેર કરવામાં આવી છે.

Author image Aakriti

Urban Health Society Ahmedabad Recruitment 2024: નોકરીની શોધમાં રહેલી મહિલાઓ માટે ખુશખબર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા અર્બન હેલ્થ સોસાયટી હેઠળ કરાર આધારિત ભરતી જાહેર કરવામાં આવી છે. 13 એ.એન.એમ (એક્સિલિઅરી નર્સ મિડવાઇફ)ની જગ્યાઓ માટે મહિલા ઉમેદવારો પાસેથી ઑનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.

અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ભરતીની વિગતો

વસ્તુવિગતો
સંસ્થાઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
પોસ્ટએ.એન.એમ. (ANM/FHW)
જગ્યા13
અરજી મોડઑનલાઇન
કોણ અરજી કરી શકશેમહિલા ઉમેદવારો
અરજી કરવાની છેલ્લી તારીખ21 જૂન 2024
સત્તાવાર વેબસાઇટarogyasathi.gujarat.gov.in

કુલ પોસ્ટ

આ ભરતી માટે કુલ 13 એ.એન.એમ.ની જગ્યાઓ છે, જે 11 મહિનાના કરાર આધારે ભરવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

ઉમેદવારોએ એ.એન.એમ અથવા એફ.એચ.ડબ્લ્યુ. ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માન્ય સંસ્થામાંથી પાસ કરેલું હોવું જોઈએ. ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ. ધોરણ 10 અને 12માં કમ્પ્યુટર વિષય હોય અથવા બેઝિક કમ્પ્યુટર સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારોને અગ્રતા મળશે.

અનુભવ

સરકારી સંસ્થા અથવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અર્બન હેલ્થ સોસાયટીમાં કામ કરવાનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.

વય મર્યાદા અને પગાર

ઉંમર 45 વર્ષથી વધારે ન હોવી જોઈએ. પસંદગી પામેલા ઉમેદવારોને મહિને 15,000 રૂપિયા ફિક્સ પગાર મળશે.

અરજી કેવી રીતે કરવી

સત્તાવાર વેબસાઇટ arogyasathi.gujarat.gov.in પર જાઓ.

અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ભરતી 2024 શોધો અને Apply વિકલ્પ પર ક્લિક કરો.

ફોટો અને સહી સાથે જરૂરી વિગતો ભરો.

ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.

ભવિષ્ય માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

Urban health Society Recruitment 2024 Official Notification PDF

અરજી કરતા પહેલા સત્તાવાર નોટિફિકેશનને ઝીણવટપૂર્વક વાંચવું જરૂરી છે, જેથી કોઈ પણ ભૂલ અથવા ગેરસમજ ન થાય.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
સંબંધિત સમાચાર