વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા ફાયર એન્ડ ઈમરજન્સી સેવામાં સબ ઓફિસર અને સ્ટેશન ઓફિસર ની ભરતી માટે નવી જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં કુલ 15 ખાલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે. ઉમેદવારો માટે લાખ રૂપિયા સુધીના પગાર સાથે સરકારી નોકરી મેળવવાનો આ ઉત્તમ અવસર છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 14 ફેબ્રુઆરી 2025 છે. ભરતી સંબંધિત વધુ માહિતી માટે આ લેખ સંપૂર્ણ વાંચો.
વડોદરા મહાનગરપાલિકા ભરતી 2025 – મહત્વની માહિતી
સંસ્થા | વડોદરા મહાનગરપાલિકા (VMC) |
---|
વિભાગ | ફાયર એન્ડ ઈમરજન્સી સેવા |
કુલ જગ્યાઓ | 15 |
પોસ્ટ નામ | સબ ઓફિસર, સ્ટેશન ઓફિસર |
વય મર્યાદા | વિવિધ (જુઓ નીચે) |
અરજી કરવાની છેલ્લી તારીખ | 14-02-2025 |
અરજી મોડ | ઓનલાઈન |
અધિકૃત વેબસાઈટ | www.vmc.gov.in |
કુલ જગ્યા
- સબ ઓફિસર: 10
- સ્ટેશન ઓફિસર: 5
પોસ્ટની વિગતો
શૈક્ષણિક લાયકાત
સબ ઓફિસર:
- સરકારી માન્ય સંસ્થામાંથી સબ ઓફિસર કોર્ષ અથવા સમકક્ષ કોર્ષ પાસ કરેલો હોવો જોઈએ.
- હેવી ડ્રાઈવિંગ લાયસન્સ હોવું આવશ્યક.
- ગુજરાતી અને હિન્દી ભાષાનું લેખન અને વાંચન આવડવું જોઈએ.
સ્ટેશન ઓફિસર:
- સ્નાતક ડિગ્રી હોવી જોઈએ.
- નેશનલ ફાયર સર્વિસ કોલેજની સબ ઓફિસર અથવા સ્ટેશન ઓફિસરની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
- ફાયર સેવામાં ત્રણ વર્ષનો અનુભવ હોવો જરૂરી.
વય મર્યાદા
- સબ ઓફિસર: વધુમાં વધુ 30 વર્ષ
- સ્ટેશન ઓફિસર: વધુમાં વધુ 35 વર્ષ
પગાર ધોરણ
સબ ઓફિસર:
- પ્રથમ 3 વર્ષ માટે ₹40,800 માસિક ફિક્સ પગાર
- ત્યારબાદ સાતમા પગારપંચ મુજબ ₹35,400-₹1,12,400 પગાર
સ્ટેશન ઓફિસર:
- પ્રથમ 3 વર્ષ માટે ₹49,600 માસિક ફિક્સ પગાર
- ત્યારબાદ સાતમા પગારપંચ મુજબ ₹39,900-₹1,26,600 પગાર
અરજી કેવી રીતે કરવી?
- વડોદરા મહાનગરપાલિકા (VMC)ની અધિકૃત વેબસાઈટ www.vmc.gov.in પર જાઓ.
- Recruitment Section પર ક્લિક કરો.
- "VMC Fire Department Recruitment 2025" પર ક્લિક કરીને Apply Online કરો.
- જરૂરી તમામ વિગતો ભરી ફોર્મ સબમિટ કરો.
- આવશ્યક દસ્તાવેજો અપલોડ કરો.
- ફોર્મ સબમિટ કર્યા પછી તેનું પ્રિન્ટઆઉટ જરૂર લઈ લો.
Important Link
નોંધ:
- ઉમેદવારોએ અરજી કરતા પહેલા ઓફિશિયલ નોટિફિકેશન ચોક્કસ વાંચવું.
- ઉંમર, લાયકાત અને અનુભવ અરજીની છેલ્લી તારીખ પ્રમાણે ગણવામાં આવશે.
- ફોર્મ ભર્યા પછી કોઈ સુધારો શક્ય રહેશે નહીં, જેથી સમજીને અરજી કરો.
- વિગતવાર માહિતી માટે VMCની અધિકૃત વેબસાઈટ પર મુલાકાત લો!