Vadodara Awas Yojana: વડોદરા મહાનગરપાલિકા (VMC) સહયોગથી પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજનાના ખાલી પડેલા મકાનોનો ડ્રો કરવાનું જાહેર કર્યું છે. આ યોજનામાં અલગ અલગ વિસ્તારમાં આવેલા 220 મકાનોની જાહેરાત કરવામાં આવી છે અને રસ ધરાવતા લોકોએ ઓનલાઈન અરજી કરવા અનુરોધ કર્યો છે.
કયા વિસ્તારમાં કેટલા મકાન ખાલી?
- સયાજીપુરા: EWS કેટેગરીના 22 મકાન
- તાંદલજા: 21 મકાન
- સયાજીપુરા: LIG-1 કેટેગરીના 39 મકાન
- ગોત્રી: LIG-2 કેટેગરીના 102 મકાન
- વાસણા: 13 મકાન
- MIG કેટેગરી: 36 મકાન
અરજી માટે કેવી રીતે ફોર્મ ભરવું?
વડોદરા મહાનગરપાલિકા - પ્રધાનમંત્રી આવાસ યોજનાના વેબસાઇટ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. અરજી કરવાની અંતિમ તારીખ 27મી જુલાઈ 2024 સાંજે 6 વાગ્યા સુધીની છે. અરજકર્તાઓએ 1 મહિનામાં ફોર્મ ભરવાના રહેશે અને તમામ જરૂરી વિગતો અપલોડ કરવી પડશે.
કોઈ પ્રશ્ન કે માર્ગદર્શન માટે રાવપુરા ઓફિસ ખાતે અફોર્ડેબલ હાઉસિંગ વિભાગનો સંપર્ક કરી શકાય છે.