લગ્નની મહેફિલમાં આંટીને આવ્યો ડાન્સનો ભૂત
સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો ધમાલ મચાવી રહ્યો છે, જે જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. આ વીડિયોમાં એક આધેડ વયની આંટી પોતાના પાર્ટનર સાથે સ્ટેજ પર એવી ધૂમ મચાવે છે કે કોઈ પણ નજરી નહી ચોરવી શકે.
આંટીએ નશામાં ડાન્સ કર્યો કે સાચે જ પ્રોફેશનલ છે?
આંટીનો એનર્જેટિક ડાન્સ જોઈને કેટલાંક લોકોને એવું લાગ્યું કે કદાચ તેમણે દારૂ પીધો છે! પરંતુ કેટલાંક લોકો કહી રહ્યા છે કે આંટીને પ્રોફેશનલ ડાન્સર પણ ટક્કર આપી શકે નહીં. "કરેંગે દારૂ પાર્ટી" સોંગ પર આંટીએ એવા કમાલના સ્ટેપ્સ કર્યા કે સ્ટેજ જ ધબધબી ઉઠ્યું.
કાકા સ્ટેજ પરથી ભાગી ગયા
વિડિયોમાં જોવા મળે છે કે આંટીએ ડાન્સમાં એટલી તીવ્રતા દાખવી કે કાકા હાંફી ગયા અને પછી આખરે સ્ટેજ પરથી જ ભાગી ગયા. એક તરફ આંટીએ ડાન્સનો આખો માહોલ જ બદલાવી નાખ્યો, તો બીજી તરફ યુઝર્સ વીડિયો પર મજેદાર કોમેન્ટ્સ કરી રહ્યા છે.
વિડિયો ઇન્ટરનેટ પર થયો વાઈરલ
આ વીડિયો @kattappa_12 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, અને લોકોએ હલચલ મચાવતો આ ક્લિપ ધડાધડ લાઈક અને શેર કરવાનું શરૂ કરી દીધું છે. કેટલાક યુઝર્સ લખી રહ્યા છે કે, "આંટીને માઈકલ જેક્સનનું ભૂત ચડી ગયું છે!" તો કોઈક લખે છે, "આંટીએ આજે કોઈને સાંભળવાના જ નથી!"