
Poonam Pandey News: જાણીતિ અભિનેત્રી પૂનમ પાંડે સાથે એક ચોંકાવનારી ઘટના બની છે. મુંબઈમાં એક ઈવેન્ટ દરમિયાન એક અજાણ્યા શખ્સે તેને અચાનક પકડીને બળજબરીથી કિસ કરવાનો પ્રયાસ કર્યો.
જાણીતિ અભિનેત્રી પૂનમ પાંડે સાથે એક ચોંકાવનારી ઘટના બની છે. મુંબઈમાં એક ઈવેન્ટ દરમિયાન એક અજાણ્યા શખ્સે તેને અચાનક પકડીને બળજબરીથી કિસ કરવાનો પ્રયાસ કર્યો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપીથી વાયરલ થઈ રહ્યો છે.
મીડિયા રિપોર્ટ દ્વારા મળતી માહિતી મુજબ પૂનમ પાંડે એક ઇબિન્ટમાં મીડિયા સામે પોઝ આપી રહી હતી ત્યારે એક શખ્સે અચાનક આગળ વધીને પહેલા તો સેલ્ફી ક્લિક કરવાનો પ્રયત્ન કર્યો અને પછી પૂનમ પાંડે નું માથું પકડીને તેને જબરદસ્તી કિસ કરવાનો પ્રયાસ કર્યો. આ ઘટના જોઈ ત્યાં ઉપસ્થિત લોકો પણ દંગ રહી ગયા હતા.
વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે આ ઘટનાથી પૂનમ પાંડે ખૂબ જ અવસ્થાઓ જ અને ડરી ગઈ હતી. સામાન્ય રીતે જ્યારે ઇવેન્ટ્સ થતી હોય ત્યારે પૂનમ પાંડે હંમેશા આત્મવિશ્વાસથી ભરેલી જોવા મળતી હોય છે પરંતુ આ ઘટના પછી તેઓ ગભરાઈ ગઈ હતી. જોકે થોડીવારમાં જ તેણે પોતાને સંભાળી લીધી.
पूनम पांडेय के साथ फैन ने की बदतमीजी, जबरन किस करने की कोशिश की #PoonamPandey | Poonam Pandey Kiss | Fan Misbehave pic.twitter.com/T6DPWNjlm0
— News24 (@news24tvchannel) February 21, 2025
પૂનમ પાંડેની નજીકની મિત્ર રાખી સાવંતે આ મામલે સમર્થન આપ્યું છે. રાખીએ પૂનમને હિંમત આપતાં કહ્યું, "તમે હંમેશા હિંમતથી આગળ વધતા રહ્યા છો, તમારે ડરવાની જરૂર નથી. બહાર જાઓ ત્યારે સાવધાની રાખજો."
આ ઘટના એકવાર ફરીથી જાહેર સ્થળોએ મહિલાઓની સુરક્ષા પર સવાલ ઉઠાવે છે. આવા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવાની જરૂર છે.