
Ram Gopal Yadav on Delhi Rain: દિલ્હી-એનસીઆરમાં પહેલા વરસાદે જ લોકજીવન આડા મોડ પર મુકી દીધું છે. પોશ વિસ્તારોમાં રહેતા વરિષ્ઠ નેતાઓના ઘરોમાં પાણી ઘૂસ્યા છે.
Ram Gopal Yadav on Delhi Rain: દિલ્હી-એનસીઆરમાં પહેલા વરસાદે જ લોકજીવન આડા મોડ પર મુકી દીધું છે. પોશ વિસ્તારોમાં રહેતા વરિષ્ઠ નેતાઓના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. સમાજવાદી પાર્ટીના સાંસદ રામ ગોપાલ યાદવના ઘરમાં પણ પાણી ઘૂસતા તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તેમની આ મુશ્કેલીના દ્રશ્ય સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે.
શુક્રવારે વહેલી સવારે પડેલા વરસાદને કારણે સાંસદ રામ ગોપાલ યાદવના ઘરમાં પાણી ભરાઈ ગયા હતા. સંસદ જવા માટે ઘરની બહાર નીકળતા હતા ત્યારે ઘરમાં પાણી ભરાયેલા હોવાથી, સ્ટાફ તેમને હાથમાં ઉચકીને કાર સુધી પહોંચાડવા પડ્યા હતા..
જ્યારે રામ ગોપાલ યાદવને આ પરિસ્થિતિ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે જણાવ્યું કે, "મારે સંસદમાં જવા માટે આ બધું કરવું પડ્યું. NDMCની અવ્યવસ્થા પર સવાલ ઉઠાવતાં તેમણે કહ્યું, "હું ચાર વાગ્યાથી NDMCના અધિકારીઓ સાથે વાત કરી રહ્યો છું. પંપ લાવીને પાણી કાઢી નાંખશો તો જ આ સમસ્યામાંથી રાહત મળશે. બંગલો સંપૂર્ણ રીતે પાણીથી ભરાઈ ગયો છે. અમને લાખો રૂપિયાનું નુકસાન થયું છે."
રામ ગોપાલ યાદવે વધુમાં જણાવ્યું કે, "NDMC તૈયાર નથી. આટલો વરસાદ પડ્યા બાદ પણ નાળાઓની યોગ્ય રીતે સફાઈ નથી કરવામાં આવી. જો ગટરોની યોગ્ય સફાઈ થઈ હોત તો આ સ્થિતિ ક્યારેય ન સર્જાઈ હોત.
આ દુર્ઘટનાથી સાબિત થાય છે કે NDMCની વ્યવસ્થામાં ખામી છે અને તેને સુધારવાની તાતી જરૂર છે.