Heart Attack CPR Training: પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોને CPRની તાલીમ આપવામાં આવશે. અગાઉ પોલીસ અને ભાજપના કાર્યકરોને CPRની ટ્રેનિંગ આપવામાં આવતી હતી. ભાજપ ડોક્ટર સેલ દ્વારા તાલીમ આપવામાં આવશે. રાજ્યમાં હાર્ટ એટેકના કેસમાં વધારો થતાં તંત્ર હવે આ બાબતે જાગૃત બની રહ્યું છે. હાલમાં, હાર્ટ એટેકની સંખ્યામાં ગંભીર વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને યુવાનો અને નાના બાળકો હવે હાર્ટ એટેકના કારણે જીવ ગુમાવી રહ્યા છે.
આ માટે શિક્ષણ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને હૃદયરોગના હુમલાની સ્થિતિમાં દર્દીનો જીવ બચાવવા માટે સીપીઆર આપવાની તાલીમ આપવામાં આવશે. આ માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જે માટે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના શિક્ષકોને સીપીઆરની તાલીમ આપવામાં આવશે.
અગાઉ પોલીસ અને ભાજપના કાર્યકરોને CPRની ટ્રેનિંગ આપવામાં આવતી હતી. જે બાદ આગામી દિવસોમાં ભાજપ ડોક્ટર સેલ દ્વારા શિક્ષકોને ખાસ તાલીમ આપવામાં આવશે. તેમજ સી.પી.આર.ની તાલીમ આપવા માટે, દર્દીને હાર્ટ એટેકથી બચાવવા પુશઅપ્સ કેવી રીતે કરવા, હાથના કયા ભાગ પર કેવી રીતે કરવું અને કેટલું દબાણ આપવું વગેરે પ્રેક્ટિકલ ડેમોસ્ટ્રેશન દ્વારા સમજાવવામાં આવશે.