Virat Kohli Retirement: T20 World Cup 2024માં ભારતે Champion બનવાનો ગૌરવ મેળવ્યો છે. ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવ્યું. આ જીત સાથે, ભારતે બીજી વાર ટી20 વર્લ્ડ કપ જીત્યો છે.
વિરાટ કોહલીએ આ મેચમાં 76 રનની મહત્વપૂર્ણ પારી રમતાં ભારતને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. મેચની પ્રેઝન્ટેશન દરમિયાન, કોહલીએ આ જાહેરાત કરી કે આ તેમનો છેલ્લો વર્લ્ડ કપ છે અને હવે તેઓ ટી20 ક્રિકેટમાંથી સંન્યાસ લે છે.