આવતા અઠવાડિયે ભારતમાં Vivo T4 Pro થશે લોન્ચ, જાણો Specifications

આવતા અઠવાડિયામાં Vivo કંપની ભારતની બજારમાં નવો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. આ સ્માર્ટફોન Vivo T4 Pro છે જે Vivo T3 Pro ને રિપ્લેસ કરશે. ફોનની સ્પેસીફીકેશન જાહેર થઈ ગાય છે જે નીચે વિસ્તૃતમાં જણાવેલ છે.

Vivo તૈયાર છે પોતાની T4 Seriesનો સ્માર્ટફોન લોન્ચ કરવા માટે. કંપનીએ ઓફિસીયલી કન્ફોર્મ કર્યું છે કે તે ઓગસ્ટ મહિનાના અંતમાં Vivo T4 Pro ફોન લોન્ચ કરી રહી છે. આ સ્માર્ટફોન Vivo T3 Pro નું સક્સેસર મોડલ છે. Vivo T4 Pro ફોનના કેટલાક કી ફીચર જાહેર કરવામાં આવ્યા છે જેમાં કેમેરા, ડિસ્પ્લે, બેટરી અને ચીપસેટની માહિતી જાહેર કરવામાં આવી છે.

Vivo T4 Pro લોન્ચ વિગત

Vivo T4 Pro સ્માર્ટફોન ઓગસ્ટે મહિનાની ૨૬ તારીખે 12 PM IST એ ઓફિસિયલી લોન્ચ કરવામાં આવશે. આ સ્માર્ટફોનની કિંમત ૨૫ હજાર થી ૩૦ હજાર વચ્ચે રહેશે. આ સ્માર્ટફોન Flipkart પરથી ખરીદી શકાશે. આ સ્માર્ટફોન બે કલર ઓપ્સનમાં અવેલેબલ હશે. જેમાં બ્લુ અને ગોલ્ડ કલર સામેલ છે.

Vivo T4 Pro Specifications

DisplayQuad-Curved AMOLED
ChipsetSnapdragon 7 Gen 4 chipset
Battery6,500mAh
Camera50-megapixel Sony IMX882 telephoto