Surat Police News: અડાજણની સૌરભ પોલીસ ચોકીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં પોલીસકર્મીઓએ ફરિયાદ કરવા આવેલ મહિલાઓ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું છે.
આ વીડિયોમાં પોલીસ કર્મચારીઓ ગુસ્સામાં મહિલાઓ સાથે ગેરવર્તન કરી રહ્યાં છે. એક પોલીસકર્મી મહિલા પર ગુસ્સે થઈને કહે છે કે, "મારી પરમિશન વગર વિડીયો ઉતારે છે, હમણાં ગુનો દાખલ કરું છું."
વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે, પોલીસકર્મી મહિલાઓને ધમકી આપીને તેમના પર દાદાગીરી કરી રહ્યો છે. આ ઘટનાએ પોલીસની કાર્યશૈલી પર અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.
સુરત શહેર પોલીસ સામાન્ય નાગરિકો સાથે આરોપી જેવો વ્યવહાર કરી રહી છે. પોલીસકર્મીઓએ મહિલાઓને IT એક્ટ હેઠળ ફરિયાદ કરવાની ધમકી આપી.
આ ઘટનાને લઈને ડીસીપીએ તપાસના આદેશ આપ્યા છે. જો પોલીસકર્મીની બેદરકારી જણાય તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ મામલે સુરત પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી છે. સામાન્ય નાગરિકો સાથે પોલીસકર્મીઓના ઉદ્ધતાઈ ભરેલા વર્તનને લઈને લોકોમાં રોષ છે.