દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ (BJP)એ ઐતિહાસિક જીત હાંસલ કર્યા બાદ હવે નવા મુખ્યમંત્રી ની પસંદગી માટે મથામણ શરૂ થઈ ગઈ છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે BJP મહિલાને મુખ્યમંત્રી બનાવી શકે છે. હવે સવાલ એ છે કે BJPના નવા મુખ્યમંત્રી તરીકે કોની પસંદી થશે?
આ વખતે BJPની 4 મહિલા ઉમેદવારોએ વિજય મેળવ્યો છે, એટલે કે કદાચ આજમાંથી કોઈ એક મહિલા નેતા દિલ્હીનું નેતૃત્વ સંભાળી શકે છે. તો ચાલો, આ ચારમાંથી કોના નામની સૌથી વધુ શક્યતા છે તે અંગે વિગતવાર જાણીએ.
BJP Delhi CM માટે કોણ હોઈ શકે છે દાવેદાર?
- રેખા ગુપ્તા – શાલીમાર બાગથી જીત
- શિખા રોય – ગ્રેટર કૈલાશમાં AAPના દિગ્ગજ નેતાને હરાવ્યો
- પૂનમ શર્મા – વઝીરપુરથી 11,425 મતોથી જીત
- નીલમ પહેલવાન – નજફગઢમાંથી વિજય મેળવ્યો
BJP જો મહિલા નેતા પર દાવ લગાવે, તો આ ચાર નામમાં કોઈ એક ઉપર નિર્ણય લેવાઈ શકે છે.
દિલ્હી ચૂંટણી 2025: BJPની ઐતિહાસિક જીત
- BJPએ 70માંથી 48 સીટો જીતી, જ્યારે AAP માત્ર 22 સીટ પર સીમિત રહી.
- 27 વર્ષ પછી BJP ફરીથી દિલ્હીનું નેતૃત્વ કરશે.
- કૉંગ્રેસનું ખાતું પણ નથી ખૂલ્યું.
આ જીત પછી BJPમાં નવી સરકારની રચનાને લઈને ચર્ચા તેજ થઈ છે. હવે મુખ્યમંત્રી તરીકે કોણ આવશે એ પ્રશ્ન સૌને સતાવે છે.
BJPના મહિલા CM ઉમેદવારો પર એક નજર
1. રેખા ગુપ્તા (Rekha Gupta)
- શાલીમાર બાગ વિધાનસભા બેઠક પરથી વિજય
- AAPના (Bandana Kumari) બંદના કુમારીને 29,595 મતોથી હરાવ્યા
- BJPમાં સશક્ત મહિલા નેતા તરીકે ઓળખાય છે
શિખા રોય (Shikha Roy)
- ગ્રેટર કૈલાશ બેઠક પરથી જીત મેળવી
- AAPના દિગ્ગજ નેતા (Saurabh Bhardwaj) સૌરભ ભારદ્વાજને 3,188 મતોથી હરાવ્યા
- આજ સુધીના મતદાનમાં આ સિટે BJP માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ છે
પૂનમ શર્મા (Poonam Sharma)
- વઝીરપુર વિધાનસભા બેઠકથી વિજય
- AAPના (Rajesh Gupta) રાજેશ ગુપ્તાને 11,425 મતોથી હરાવ્યા
- BJPની સશક્ત મહિલા નેતાઓમાં એક છે
નીલમ પહેલવાન (Neelam Pehalwan)
- નજફગઢ વિધાનસભા બેઠક પરથી વિજય
- AAPના (Tarun Kumar) તરુણ કુમારને 1,01,708 મતોથી હરાવ્યા
- મહિલા નેતૃત્વ માટે મજબૂત દાવેદાર માનવામાં આવે છે
દિલ્હીમાં અગાઉ કેટલી મહિલાઓ CM રહી ચૂકી છે?
દિલ્હીના ઈતિહાસમાં આજે સુધી માત્ર 3 મહિલાઓ મુખ્યમંત્રી બની ચૂકી છે:
- સુષમા સ્વરાજ (BJP) – 1998
- શીલા દીક્ષિત (Congress) – 1998-2013
- આતિશી (AAP) – 2024-2025
જો BJP આ વખતે મહિલા નેતાને CM બનાવે છે, તો તે દિલ્હી માટે ચોથી મહિલા મુખ્યમંત્રી થશે!
BJPના નેતાઓ શું કહે છે?
BJPના સિનિયર નેતાઓના મતે, CM માટે નવા ચૂંટાયેલા વિધાનસભ્યોમાંથી જ પસંદગી થવી જોઈએ.
ઉત્તર-પશ્ચિમી દિલ્હીના BJP સાંસદ યોગેન્દ્ર ચંદોલિયાએ કહ્યું: BJPમાં ઘણા શક્તિશાળી નેતાઓ છે, જેમાં ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષ, રાષ્ટ્રીય સચિવ અને અનુભવી નેતાઓ શામેલ છે. અમારી સરકાર માટે યોગ્ય નેતૃત્વ જરૂરી છે.
દિલ્હી સરકારનું શપથગ્રહણ ક્યારે થશે?
- PM મોદી હાલમાં વિદેશ યાત્રા પર છે (10 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી)
- તેમના વતન પરત ફર્યા પછી જ શપથ ગ્રહણ સમારંભ યોજાશે
- BJP 14 ફેબ્રુઆરી પછી નવી સરકાર બનાવશે
શું ગુજરાત મૉડલ મુજબ મહિલા નેતૃત્વ મળશે?
BJP છેલ્લા કેટલાય વર્ષથી મહિલા નેતૃત્વને પ્રોત્સાહન આપી રહી છે. ગુજરાતમાં CM તરીકે આ અગાઉ આનંદીબેન પટેલને તક અપાઈ હતી, હવે દિલ્હીમાં પણ તે મોડેલ અપનાવવામાં આવશે કે નહીં એ જોવાનું રહેશે.
दिल्ली भारतीय जनता पार्टी Bharatiya Janata Party ભારતીય જનતા પાર્ટી દિલ્હી ચૂંટણી 2025 Delhi Election 2025 BJP