દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જેલમાંથી બહાર આવીને મોટો રાજકીય ધડાકો કર્યો છે. કેજરીવાલે જાહેરાત કરી છે કે તે બે દિવસ પછી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે. કેજરીવાલે જણાવ્યું છે કે તેમને જેલમાં જાવાનું કારણ તેમની પાર્ટી તોડવાનો પ્રયાસ છે.
કેજરીવાલે આ મુદ્દે દિલ્લી અને દેશની જનતા સામે સવાલ ઊભો કર્યો છે કે તેઓ ઈમાનદાર છે કે ગુનેગાર?. કેજરીવાલે જણાવ્યું કે જો જનતા તેમને ઈમાનદાર માને તો આવતા ચૂંટણીમાં મત આપે, અને જો તેમને ગુનેગાર માને તો મત ના આપે. તેઓનું કહેવું છે કે જ્યારે જનતા ફેંસલો કરશે, ત્યારે જ તે CM પદ પર રહેવા માટે નિર્ણય લેશે.
આમ આદમી પાર્ટી તેની બેઠકમાં નવા મુખ્યમંત્રીનું નામ નક્કી કરશે, જે કેજરીવાલના રાજીનામા પછી CM પદ સંભાળશે. આ નવા મુખ્યમંત્રી ચૂંટણી સુધી દિલ્લીનું નેતૃત્વ કરશે.
પૂર્વ સાંસદ રમેશ બિઘૂડીએ આ મુદ્દે કેજરીવાલ પર ટકોર કરી છે અને જણાવ્યું છે કે કેજરીવાલને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર સચિવાલય અથવા CM ઓફિસમાં જવાની મનાઈ છે, અને તેઓ સુધીમાં મુખ્યમંત્રી કાર્યાલયમાંથી કોઈ ફાઈલ સાઇન નહીં કરે.
કેજરીવાલ 177 દિવસની જેલ કાલખંડ બાદ તાજેતરમાં જ બહાર આવ્યા છે, જ્યારે તેમને CBI કેસમાં સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે.