saurashtra rain forecast: જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં તરડઘિયા હવામાન કેન્દ્ર દ્વારા આજનું હવામાન બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. બુલેટિન મુજબ, સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં આજે ભારે વરસાદની શક્યતા છે, જ્યારે અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.
અમરેલી જિલ્લામાં ભારે વરસાદની આગાહી
અમરેલી જિલ્લામાં આજે 21 મીમી વરસાદ પડી શકે છે. 19 જૂનથી 23 જૂન વચ્ચે સુકુ ગરમ અને વાદળછાયુ હવામાન રહેશે. પવનની ઝડપ પ્રતિ કલાકે 22 કિમી રહેશે.
જામનગર જિલ્લાનું હવામાન
જામનગર જિલ્લામાં 19થી 23 જૂન વચ્ચે ગરમ અને મધ્ય વાદળછાયુ હવામાન રહેવાની શક્યતા છે. છૂટાછવાયા વિસ્તારમાં હળવો વરસાદ અથવા ઝાપટા પડી શકે છે.
મોરબી અને દેવભૂમિ દ્વારકા
મોરબી જિલ્લામાં 19 થી 23 જૂન દરમિયાન સૂકું ગરમ અને વાદળછાયુ વાતાવરણ રહેશે. પવનની ઝડપ પ્રતિ કલાકે 22 કિમી રહેવાની શક્યતા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ 19 થી 23 જૂન દરમિયાન સુકું અને વાદળછાયુ હવામાન રહેશે, અને પવનની ઝડપ પણ પ્રતિ કલાકે 22 કિમી રહેશે.
સુરેન્દ્રનગરમાં હળવો વરસાદ
સુરેન્દ્રનગર જિલ્લામાં 2 મીમી વરસાદ પડી શકે છે. 19 થી 23 જૂન દરમિયાન અહીં ગરમ, સૂકું અને વાદળછાયુ હવામાન રહેવાની શક્યતા છે. આ દરમિયાન પવનની ઝડપ 22 કિમી પ્રતિ કલાકે રહેશે.
આગામી દિવસોમાં આ વિસ્તારોમાં હવામાનની સ્થિતિ પ્રમાણે પરિવર્તન થઈ શકે છે, તેથી આ વિસ્તારોના લોકોને સાવધ રહેવાની સલાહ આપવામાં આવે છે.