
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં બે દિવસ સુધી સારો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે જાહેરાત કરી છે કે, રાજ્યમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઈ ગઈ છે અને દક્ષિણ ગુજરાતના નવસારીમાં ચોમાસું બેસી ગયું છે.
છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના ઘણા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ પડી શકે છે.
રાજ્યના ખેડૂતો માટે આ સારા સમાચાર છે કે ચોમાસું ગુજરાતના દરિયાકાંઠે પહોંચી ગયું છે. આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાતથી રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થશે. હવામાન વિભાગના અનુમાન મુજબ, આ વર્ષે નૈઋત્યનું ચોમાસું 12 દિવસ વહેલું રહેશે.
મહારાષ્ટ્રમાં આ વર્ષે ચોમાસું 2 દિવસ વહેલું આવ્યું છે. મુંબઇ, જલગાંવ, છત્રપતિ સંભાજીનગર, સાતારા, થાણે, નાસિક અને અહમદનગર જેવા શહેરોમાં ભારે વરસાદ થયો છે. મુંબઇમાં સામાન્ય રીતે 11 જૂન સુધીમાં ચોમાસું આવી જાય છે, પણ આ વર્ષે તે વહેલું આવી ગયું છે, જેના કારણે અનેક શહેરોમાં પાણી ભરાવા અને ટ્રાફિક જામની સમસ્યા પણ ઉભી થઈ છે.
દેશમાં 1 જૂનથી 30 સપ્ટેમ્બર સુધી ચોમાસાની ઋતુ ગણવામાં આવે છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ, છેલ્લા 22 વર્ષમાં 2006માં ચોમાસું 6 જૂનના રોજ સૌથી વહેલું રાજ્યમાં પ્રવેશ્યું હતું.