‘તારક મહેતા’ની દયા ભાભી દિશા વાકાણીની કમાણી જાણીને થશો ચકિત

Taarak Mehta Ka Ooltah Chashmah: ભારતીય ટીવી દુનિયામાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના દયા ભાભી તરીકે લોકપ્રિય થયેલી દિશા વાકાણીએ પોતાની અનોખી ઓળખ બનાવી છે.

Author image Aakriti

Taarak Mehta Ka Ooltah Chashmah: ભારતીય ટીવી દુનિયામાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના દયા ભાભી તરીકે લોકપ્રિય થયેલી દિશા વાકાણીએ પોતાની અનોખી ઓળખ બનાવી છે. દયા ભાભી તરીકે જાણીતું આ પાત્ર આજે પણ પ્રખ્યાત છે. લોકો દિશા વાકાણીને તેના સાચા નામથી ઓછું, પરંતુ દયા ભાભી તરીકે વધુ ઓળખે છે. હાલ, દિશા ટીવી સીરિયલ્સથી દૂર છે, અને પરિવાર અને બાળકોને વધુ સમય આપી રહી છે.

દિશા વાકાણીની કારકિર્દી

દિશા વાકાણીને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો દ્વારા લોકપ્રિય બની છે. આ શોમાં દયા ભાભીનું પાત્ર તેમની મીઠી અને નિર્દોષ કોમેડી માટે લોકોની દિલગમત બની ગયું. દિશાનો જન્મ અમદાવાદમાં થયો હતો અને તેમનું શરૂઆતનું કરિયર ફિલ્મોમાં નાના પત્રોથી શરૂ થયું. ત્યારબાદ તેઓ મુંબઈ આવ્યા અને બોલિવૂડમાં કેટલીક સાઇડ રોલ કરી.

ફિલ્મોમાં દિશાનું કામ

તારક મહેતા શોમાં આવતા પહેલા દિશાએ કેટલીક હિન્દી ફિલ્મોમાં નાની ભૂમિકાઓ ભજવી હતી. તેમાં "જોધા અકબર", "મંગલ પાંડે", "લવ સ્ટોરી 2050", અને "ફૂલ ઔર આગ" જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. મિડિયા રિપોર્ટ્સ અનુસાર, દિશાની કુલ સંપત્તિ 35 થી 37 કરોડ રૂપિયાની આસપાસ છે. દિશા એક એપિસોડ માટે લગભગ 1.5 લાખ રૂપિયા સુધી ચાર્જ કરતી હતી, જેનાથી તે ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી મહામૂલ્ય એક્ટ્રેસોમાંથી એક ગણી શકાય છે.

દિશા વાકાણીનું વ્યક્તિગત જીવન

દિશા વાકાણીએ 2015માં બિઝનેસમેન મયુર પડિયા સાથે લગ્ન કર્યા હતા. દંપતીને 2017માં એક પુત્રી થઈ અને ત્યારબાદ 2019માં તેમના ઘરે એક પુત્રનો જન્મ થયો. માતા બન્યા બાદ, દિશાએ ટીવી જગતમાંથી બ્રેક લેવાનો નિર્ણય લીધો અને ત્યારથી તે સ્ક્રીન પર દેખાઈ નથી. દિશા પોતાનું વ્યક્તિગત જીવન ખૂબ જ ગોપનિય રાખે છે અને તેઓ સોશિયલ મીડિયા પર પણ સક્રિય નથી.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં પાછા ફરવા અંગે

2017 પછી દિશા વાકાણીને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ફરી જોવા મળ્યા નથી. બિગ બોસ 18માં તેમને ભાગ લેવા આમંત્રણ મળ્યું હતું, પરંતુ તે નિમંત્રણ પણ દિશાએ નકારી નાખ્યું હતું. દિશાની શોમાં ફરી વાપસી થશે કે નહીં, તે અંગે કોઈ સત્તાવાર જાણકારી નથી.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
સંબંધિત સમાચાર