Vinesh Phogat Medal Case Updates: પેરિસ ઓલિમ્પિક્સ 2024માં 50 કિલોગ્રામ વર્ગની કુશ્તી સ્પર્ધાની ફાઈનલ મેચ પહેલા ગેરલાયક ઠેરવાયેલી ભારતીય મહિલા પહેલવાન વિનેશ ફોગાટના મેડલ સંબંધિત મામલે આજે રાત્રે અંતિમ નિર્ણય આવી શકે છે. કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS)ના એડ હોક વિભાગના અધ્યક્ષે પેનલને નિર્ણય આપવાની સમયમર્યાદા લંબાવી છે, જેની અંતિમ સમયમર્યાદા 10 ઓગસ્ટની સાંજે 6 વાગ્યા (સ્થાનિક સમય) સુધી છે. આ સમયે, ભારતીય સમય અનુસાર રાત્રે 9:30 વાગ્યા સુધીના હશે, અને એવું ધારવામાં આવે છે કે આ સમયે વિનેશ ફોગાટના કેસ પર નિર્ણય જાહેર થઈ શકે છે.
CASમાં સામાન્ય રીતે એડહોક પેનલને પોતાનો નિર્ણય સાંભળાવવા માટે 24 કલાકનો સમય આપવામાં આવે છે, પરંતુ વિનેશ ફોગાટના મામલે આ સમય વધુ લીધો છે. પેનલને અપાયેલ સમયમર્યાદા વધારીને હવે રાત્રે 9:30 વાગ્યા સુધીનો કરી દેવામાં આવી છે.
શુક્રવારે સાંજે CASમાં વિનેશ ફોગાટની અપીલ પર ત્રણ કલાકથી વધુ સમય સુધી સુનાવણી ચાલી. આ દરમિયાન વિનેશ ફોગાટ પણ વર્ચ્યુઅલ રીતે હાજર હતા અને તેમણે કોર્ટ સમક્ષ પોતાનો પક્ષ મૂક્યો હતો. વિનેશ ફોગાટે સિલ્વર મેડલ આપવાની અપીલ કરી છે.
વિનેશ ફોગાટના વકીલ હરીશ સાલ્વે અને વિદુષ્પત સિંઘાનિયાએ તેમના ડિસ્ક્વોલિફિકેશન સામે અનેક દલીલો રજૂ કરી હતી. આ સુનાવણીની અધ્યક્ષતા ઓસ્ટ્રેલિયાના ડૉ. એનાબેલ બેનેટ દ્વારા કરવામાં આવી હતી, અને તેમનાં અધ્યક્ષતામાં આ મામલાનો નિર્ણય લેવામાં આવશે.