મહારાષ્ટ્રમાં યોજાયેલી બહુજન સમાજ પાર્ટી (BSP)ની કાર્યકારી બેઠક દરમિયાન એક BSP કાર્યકરે પાર્ટીના રાજ્યસભાના સાંસદ રામજી ગૌતમને લાફો મર્યો. આ ઘટનાનો વિડિયો સામે આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં હાજર લોકોના સમક્ષ આ ઘટના બની હતી.
માહિતી મુજબ, BSP કાર્યકર લૉકસભા ચૂંટણી દરમિયાન પાર્ટીની ટિકિટ વહેંચણીથી નારાજ હતા.
વિડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે, BSP કાર્યકરે રામજી ગૌતમને મંચ પર લાફો માર્યો. આ ઘટના સાથે જ વિવાદ અને ચર્ચા શરૂ થઈ ગઈ છે.
આ મુદ્દે હજી સુધી BSP દ્વારા કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.