Himachal Women Pension: હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટી એ વચન આપ્યું હતું કે જો અમે હિમાચલ પ્રદેશમાં સરકાર બનાવીશું તો અમે 18 થી 59 વર્ષની મહિલાઓને દર મહિને 1500 રૂપિયા પેન્શન આપવાની જાહેરાત કરી હતી.
હિમાચલ પ્રદેશની તત્કાલીન કોંગ્રેસની સરકારે 'ઇન્દિરા ગાંધી પ્યારી બ્રાહ્મણ સુખ સમ્માન નિધિ યોજના' નામની પેન્શન યોજના શરૂ કરી કોંગ્રેસ પાર્ટી હિમાચલ પ્રદેશની લોકસભાની ચૂંટણી પહેલા આપેલ વચન પૂરું કર્યું છે. આ યોજનાની શરૂઆત એ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખીંદર સિંહ એ 04 માર્ચ 2024 ના રોજ આ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ પાંચ લાખથી પણ વધુ મહિલાઓને માસિક ભથ્થાનો લાભ મળશે.
જો કે, આ યોજના હેઠળ દરેક મહિલાઓને આ પેન્શન મળશે એવું નથી. ઇન્દિરા ગાંધી પ્યારી બ્રાહ્મણ સુખ સમ્માન નિધિ યોજના ના નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે ઇન્કમટેક્સ રિટર્ન કરનાર મહિલાઓ, ધાર્મિક મઠોમાં કાયમી રહેતી મહિલાઓ તથા સાધ્વીઓ તથા સરકારી કર્મચારીઓના પરિવારના સભ્યો અથવા પેન્શન ધારકોને આ લાભ મળવા પાત્ર રહેશે નહીં. આ સિવાય કરાર આધારિત કામ કરી રહેલ મહિલા કર્મચારીઓ, દૈનિક પથા પર કામ કરતી મહિલાઓ, ભૂતપૂર્વ સૈનિક તથા તેમની પત્નીઓ, આંગણવાડી વર્કર, આશા વર્કર, મધ્યાન ભોજન માં કાર્ય કરતી મહિલાઓ અને સામાજિક સુરક્ષા પેન્શન ના લાભાર્થીઓ ને પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી.
ઇન્દિરા ગાંધી પ્યારી બ્રાહ્મણ સુખ સમ્માન નિધિ યોજના હેઠળ 18 વર્ષથી 59 વર્ષ વચ્ચેની તમામ પાત્ર મહિલાઓને દર મહિને 1500 રૂપિયા પેન્શન આપવામાં આવશે. કોંગ્રેસ પાર્ટી વિધાનસભાની ચૂંટણી પહેલા દસ ગેરંટીઓ પૈકી મહિલાઓને દર મહિને પેન્શન આપવાની આ ગેરંટીને પૂરી કરી છે. આપેલા વિપક્ષના નેતાએ આ યોજના લાગુ કરવામાં વિલંબ ને લઈ મહિલાઓને ગેરમાર્ગે દોરવાનો આરોપ . કોંગ્રેસ પાર્ટી પર લગાવ્યો હતો.