World Worst Film Ever: એક એવી ફિલ્મ છે, જેને વિશ્વની સૌથી ખરાબ ફિલ્મ તરીકે ગણવામાં આવી છે. આ ફિલ્મમાં એટલા ગંદા અને હ્રદય વિધારક દ્રશ્યો છે કે 150 દેશોએ તેના રિલીઝ પહેલાં જ પ્રતિબંધ લગાવી દીધો છે. ફિલ્મનું નામ છે 'સાલોઃ ઓર ધ 120 ડેઝ ઓફ સદોમ', જે 1975માં ઇટાલીમાં બનાવવામાં આવી હતી.
ફિલ્મની કથા બહુ જ ભયાનક અને અસહ્ય છે. તેમાં નાના બાળકોને નાઝીઓ દ્વારા કઠપૂતળી બનતા બતાવવામાં આવ્યું છે, અને તેમાં અભદ્રતાના કૃત્યો, અત્યાચાર, અને ક્રૂરતા દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં આવા દ્રશ્યો છે, જેનું જોવા અનેક લોકો માટે માનસિક અસર કરતું હોય છે.
આ ફિલ્મમાં જાતીય હિંસા, બળાત્કાર, અને હત્યાના દ્રશ્યો છે. કેટલાક દ્રશ્યો એટલા હદ સુધી ઘૃણાસ્પદ છે કે ફિલ્મ દર્શાવ્યા બાદ લોકો બેહોશ થઈ ગયા હતા. ઇટાલીમાં આ ફિલ્મના ડાયરેક્ટર પાઓલો પાસોલોનીની ફિલ્મ રિલીઝ બાદ હત્યા થઈ હતી, જેનો હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી.
ફિલ્મમાં કિશોરોને અપહરણ કરીને તેઓ પર હિંસક અત્યાચાર કરવાનું બતાવવામાં આવ્યું છે. આટલી હિંસક અને ભયાનક ફિલ્મ માટે ડિરેક્ટરને ચાર મહિના જેલમાં રહેવું પડ્યું હતું.
આ ફિલ્મને ઈટાલી, પોર્ટુગલ, અને ચિલી જેવા દેશોમાં 30 વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવી છે. ફિલ્મના દ્રશ્યો અને તેનું માધ્યમ લોકોના મન અને શારીરિક સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે, અને દુનિયાભરના લોકો એ ફિલ્મને પૂર્ણ રીતે જોઈ શક્યા નથી.