Yes Bank: યસ બેંકના સારા દિવસો શરૂ! ચોખ્ખો નફો ત્રણ ગણો વધ્યો, શેરમાં ફોકસ વધશે - Gujjutak
verified-account--v1 આધાર કાર્ડ પર ઘરે બેઠા મેળવો 2 લાખ રૂપિયા સુધીની લોન, જાણો ઓનલાઈન અરજી કરવાની રીત verified-account--v1 ગર્ભાશયમાં ગાંઠ થવાથી કેન્સર થઈ શકે છે? ગાયનેકોલોજીસ્ટ પાસેથી જાણો verified-account--v1 Kutch District Recruitment 2025: Apply Online for NHM Laboratory Technician, Staff Nurse, CHO and More verified-account--v1 ધો. 10 અને 12ના પરિણામને લઈ મોટા સમાચાર, જાણો કયારે થશે બોર્ડની પરીક્ષાનું પરીણામ જાહેર verified-account--v1 મોરબીમાં ટીઆરબી જવાને મળેલું પાકીટ માલિકને પરત કરીને માનવતા બતાવી

Yes Bank: યસ બેંકના સારા દિવસો શરૂ! ચોખ્ખો નફો ત્રણ ગણો વધ્યો, શેરમાં ફોકસ વધશે

Yes Bank: યસ બેંકે ઓક્ટોબરથી ડિસેમ્બર 2024ના ક્વાર્ટરમાં ચોખ્ખો નફો લગભગ ત્રણ ગણો વધારીને રૂ. 612 કરોડ સુધી પહોંચાડી દીધો છે.

Author image Aakriti

Yes Bank: યસ બેંકે ઓક્ટોબરથી ડિસેમ્બર 2024ના ક્વાર્ટરમાં ચોખ્ખો નફો લગભગ ત્રણ ગણો વધારીને રૂ. 612 કરોડ સુધી પહોંચાડી દીધો છે. ગયા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં નફો માત્ર રૂ. 231 કરોડ હતો. વાર્ષિક ધોરણે આ વૃદ્ધિ 165 ટકાની છે, જેની સાથે બેંકે ફરીથી રોકાણકારોનું ધ્યાન ખેંચ્યું છે.

Yes Bank શેરના ભાવમાં ઘટાડો છતાં આવકમાં વધારો

તાજેતરમાં, યસ બેંકના શેરના ભાવમાં થોડો ઘટાડો નોંધાયો હતો. શુક્રવારે, શેર 1.24 ટકાના ઘટાડા સાથે રૂ. 18.25 પર બંધ થયો હતો. ગયા 6 મહિનામાં, બેંકના શેરમાં 26 ટકાનો ઘટાડો થયો છે.

બેંકની કુલ આવક ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં 9,341 કરોડ રૂપિયા સુધી પહોંચી, જ્યારે ગયા વર્ષે આ આંકડો 8,179 કરોડ હતો. બેંકની વ્યાજની આવક પણ 7,829 કરોડ સુધી પહોંચી છે, જે અગાઉના વર્ષના સમાન ક્વાર્ટરમાં 6,984 કરોડ હતી.

NII અને ઓપરેટિંગ નફામાં વૃદ્ધિ

યસ બેંકની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ (Net Interest Income) 10 ટકાના વધારા સાથે રૂ. 2,224 કરોડ થઈ છે, જે ગયા વર્ષના 2,017 કરોડથી વધુ છે. ઓપરેટિંગ નફામાં પણ મજબૂતી જોવા મળી છે, જે 1,079 કરોડ સુધી પહોંચ્યો છે, પહેલા 864 કરોડ હતો.

NPAમાં સુધારો

બેંકે તેની એસેટ ક્વોલિટીમાં પણ તારા પરફોર્મન્સ કર્યું છે. ગ્રોસ NPA રેશિયો 1.6 ટકાએ આવી ગયો છે, જે ગયા વર્ષના 2 ટકાથી ઓછી છે. નેટ NPA પણ 0.9 ટકાથી ઘટીને 0.5 ટકાએ આવી છે, જે સ્પષ્ટ કરે છે કે બેંકની નાણાકીય સ્થિતિમાં સુધારો થયો છે.

ડિસ્લેમર

આ જાણકારી માત્ર શૈક્ષણિક હેતુ માટે છે. શેરબજારમાં રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

ફોકસમાં યસ બેંક! નવા શીખર સર કરવાનો સમય નજીક છે?

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News