GujjuTak

23,AUGUST 2025

Nehal Chudasama: Bigg Boss 19 માં ગ્લેમરસ એન્ટ્રીથી મચાવશે ધૂમ

Bigg Boss 19 Contestantsમાં Nehal Chudasamaનું નામ કન્ફર્મ થયું છે. Former Miss India Grand International હવે BB19ના ઘરમાં ગ્લેમરસ જાદુ દેખાડશે.

ભારતનો સૌથી લોકપ્રિય રિયાલિટી શો Bigg Boss 19 હવે પ્રીમિયર માટે તૈયાર છે. સલમાન ખાન હોસ્ટ કરેલ આ શો 24 ઑગસ્ટથી દર્શકોને મનોરંજન આપશે.

આ વખતેના Bigg Boss 19 Contestantsની યાદીમાં એક ગ્લેમરસ નામ સામેલ છે નેહલ ચૂડાસમા જે પોતાની સ્ટાઇલ અને ટેલેન્ટ માટે જાણીતી નેહલ હવે શોના ઘરમાં એન્ટ્રી કરશે.

નેહલ ચૂડાસમાએ પોતાની કારકિર્દી મોડેલિંગથી શરૂ કરી હતી. તેમણે Femina Miss India Grand International 2018નો ખિતાબ જીતીને લોકોમાં ખ્યાતિ મેળવી. ત્યારથી નેહલ સતત લાઈમલાઈટમાં રહી છે.

તેમની ફિટનેસ અને ગ્લેમરસ લુક માટે જાણીતી છે. Instagram પર નેહલને 1 લાખથી વધુ ફોલોઅર્સ છે, જ્યાં તેઓ પોતાની તસવીરો અને વર્કઆઉટ રુટિન શેર કરે છે.

નેહલે અનેક વેબ સિરીઝ અને ફિલ્મોમાં અભિનય પણ કર્યો છે. હવે રસપ્રદ રહેશે કે Bigg Boss 19ના ઘરમાં તેઓ કેટલું પ્રભાવિત કરી શકે છે.

આ સિઝનનું ઘર રિવીલ થઇ ગયું છે અને હંમેશાની જેમ આ શો Colors TV અને JioCinema પર ટેલિકાસ્ટ થશે.