આ છે દુનિયાનો સૌથી મોટી બેટરી વાળો સ્માર્ટફોન, જાણો આ ફોન વિશે A To Z માહિતી
12 October 2025
Energizer Hard Case P28K એ દુનિયાનો સૌથી મોટી બેટરી વાળો સ્માર્ટફોન છે. આ ફોન એવા લોકો માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યો છે કે જેમને ડેઇલી વધુ બેટરી બેકઅપ ની જરૂર પડતી હોય.
આ ફોનને ચાલતા ફીરતા પાવર બેંક કહી શકાય કારણ કે આ ફોનની અંદર 28,000 mAh ની બેટરી આપવામાં આવી છે જે સામાન્ય ફોન કરતા 5 થી 7 ગણું બેટરી બેકઅપ આપે છે.
કંપની અનુસાર ફોનને એકવાર ફુલ ચાર્જ કર્યા પછી 94 દિવસ એટલે કે લગભગ ત્રણ મહિના સુધી સ્ટેન્ડ બાય રહે છે. આ ફોનને સતત 122 કલાક એટલે કે 5 દિવસથી પણ વધુ નો ટોક ટાઈમ આપે છે.
આ ફોનમાં 6.78 ઇંચની ફુલ HD+ LCD ડિસ્પ્લે, 8 GB રેમ, 256GB ઇન્ટર્નલ સ્ટોરેજ અને 64MP નો પ્રાઇમરી કેમેરા સાથે ત્રીપલ કેમેરા સેટ અપ આપવામાં આવ્યું છે.
ફોનમાં આવડી મોટી બેટરી હોવાથી ફોન વધુ ભારે લાગે છે. આ સ્માર્ટફોન નું વજન 570 ગ્રામ છે. આ સ્માર્ટફોન ની ડિઝાઇન તેમની મજબૂતીને ધ્યાને રાખી કરવામાં આવી છે.
આ સ્માર્ટફોન ની અંદર 33W ફાસ્ટ ચાર્જિંગ અને એન્ડ્રોઇડ 14 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.
Energizer Hard Case P28K ફોનને પહેલીવાર મોબાઈલ વર્લ્ડ કાંગ્રેસ (MWC) 2024 માં દેખાડવામાં આવ્યો હતો અને તેમને લોંચ ઓક્ટોબર 2024 કરવામાં આવ્યો હતો.