Board Exam Result 2026: ધોરણ 10 અને 12 ના પરિણામને લઈ મોટા સમાચાર, જાણો કયારે જાહેર થશે પરિણામ

WhatsApp Facebook Email Instagram Twitter YouTube Telegram

Board Exam Result 2026: ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા SSC (ધોરણ 10) અને HSC (ધોરણ 12) ની પરીક્ષા 26 ફેબ્રુઆરી 2026 થી 18 માર્ચ 2026 દરમિયાન લેવામાં આવી હતી. હવે તેમના પરિણામને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કેટલાક મીડિયા અહેવાલો અનુસાર બોર્ડનું પરિણામ મે મહિનાના પ્રથમ સપ્તાહમાં જાહેર થશે.

gseb result 2026

બોર્ડGujarat Secondary and Higher Secondary Education Board
પરીક્ષાધોરણ 10-12
પરીક્ષાની તારીખ26 ફેબ્રુઆરી થી 18 માર્ચ 2026
પરિણામ જાહેર થવાની તારીખમે મહિનાના પ્રથમ અઠવાડિયામાં
બોર્ડની સત્તાવાર વેબસાઈટgseb.org

Board Exam Result 2026

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક બોર્ડ ગાંધીનગર દ્વારા ગત 26 ફેબ્રુઆરી થી 18 માર્ચ દરમિયાન ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ અને અન્ય માધ્યમો ની પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષા પૂર્ણ થઈ ગયા બાદ હવે સૂત્રોના જણાવ્યા અનુસાર બોર્ડનું પરિણામ મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં જાહેર થવાની સંભાવના છે. જે Board Exam Result 2026 કે જે તમે https://www.gseb.org પરથી જોઇ શકો છો.

ધોરણ 10-12 બોર્ડનું પરિણામ કેવી રીતે તૈયાર થાય છે?

જ્યારે વિદ્યાર્થી પેપર આપવા જાય છે ત્યારે વિદ્યાર્થીઓની અંગત વિગતો ભરેલી હોય છે તેના પર બાળકો સ્ટીકર લગાવવામાં આવે છે જે પરિણામ તૈયાર હોતી વખતે વિદ્યાર્થીઓના બેઠક નંબર ની જાણ થાય છે. જે વિદ્યાર્થીઓને ઓળખ ન થાય તે માટે પેપર પર લગાવવામાં આવે છે.

જ્યારે વિદ્યાર્થીઓનું પેપર પૂરું થાય છે ત્યારે બધા વિદ્યાર્થીઓ ના પેપર ‘ વાલા કેન્દ્ર’મા મોકલવામાં આવે છે. જવાબવહીને મિક્સ કર્યા પછી તેને 50 થી 60 ના બેચમાં ચેક કરવા માટે મોકલવામાં આવે છે. પેપર ચેક થઈ ગયા પછી બારકોડ નંબર મુજબ ગુણની એન્ટ્રી થાય છે. બારકોડ ના આધારે તમામ વિષયોનું સોફ્ટવેરની મદદથી ઓટોમેટીક રીઝલ્ટ તૈયાર કરવામાં આવે છે.

જે દિવસે પરિણામ જાહેર થવાનું હોય ત્યારે ઓનલાઇન બારકોડ અને બેઠક નંબર મેચ થાય છે અને જે દિવસે પરિણામ જાહેર થવાનું હોય છે તે દિવસે જ ફાઈનલ માર્કશીટનું પ્રિન્ટિંગ ચાલુ થાય છે.

આ વર્ષે બોર્ડની માર્કશીટમાં શું ખાસ છે?

દિવ્ય ભાસ્કર ના એક અહેવાલ મુજબ આ વર્ષે ધોરણ 10 અને 12 ની માર્કશીટમાં પ્રથમ વખત QR Code દાખલ કરવામાં આવ્યો છે જે બોર્ડની માર્કશીટ સાથે થતા ટેમ્પરિંગ ને ઓળખી શકાશે અને તેનાથી કોલેજના એડમિશન, ડોક્યુમેન્ટ વેરીફિકેશન સમય પણ માર્કશીટ ઓરીજનલ અને ટેમ્પરરીંગ કરેલ નથી તે વેરીફાઇ કરી શકાશે. QR Code લાગુ થવાથી એવા લોકોને વધારે ફાયદો થશે જે વિદેશમાં અભ્યાસ કરવા માટે જવાના હોય કારણ કે કોઈ પણ સંસ્થા માર્કશીટ પર દર્શાવેલ યુનિક QR Code ને સ્કેન કરીને બોર્ડની લીંક પરથી માર્કશીટનું વેરિફિકેશન કરી શકાશે. અને યુ આર કોડની મદદથી માર્કશીટ ની ડિજિટલ કોપી ગમે ત્યારે વેરીફાઈ કરાવી શકાશે.

બોર્ડની પરીક્ષાનું પરિણામ જોવાની રીત

  • સૌપ્રથમ તમારે બોર્ડની પરીક્ષાનું પરિણામ જોવા માટે તમારે તેમની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે જે નીચે લિન્ક આપેલી છે.
  • હવે તમે પરિણામ વિભાગ દર્શાવેલો છે તેમાં ક્લિક કરો.
  • ત્યાર બાદ ધોરણ 12 મા તમને આપેલા સીટ નંબર દાખલ કરો.
  • હવે સબમિટ પર ક્લિક કરો.
  • હવે તમે તમારું પરિણામ જોઈ શકો છો.

વોટ્સઅપ દ્વારા પરિણામ જોવાની રીત

જો તમે તમારું પરિણામ વોટ્સઅપના મધ્યમથી જોવા ઈચ્છો છો તો તમે નીચે મુજબના સ્ટેપ ફોલો કરો.

  • સૌપ્રથમ તમારે તમારા મોબાઇલમા બોર્ડ દ્વારા પ્રકાસિત થયેલ નંબર સેવ કરો.
  • જે 6357300971 સેવ કરો.
  • હવે તમે તમારું વોટ્સઅપનું ચેટ બોક્સ ખોલો.
  • આ ચેટ બોક્સમાં તમે તમારા સીટ નંબર દાખલ કરો.
  • હવે તમે આ મેસેજ સેન્ડ કરી દો
  • હવે તમારી સામે તમારું પરિણામ જોવા મળશે.

અગત્યની લીંક

ઓફિશિયલ વેબસાઇટ માટેઅહિં ક્લીક કરો
માહિતીનો સોર્સઅહીં ક્લિક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
નિયમિત અપડેટ મેળવવા whatsapp ગૃપ જોઇન કરોઅહિં ક્લીક કરો

FAQ

ધોરણ 10 અને 12 બોર્ડનું પરિણામ કયારે જાહેર થશે?

ધોરણ 10-12 નું પરિણામ મે માસના પ્રથમ સપ્તાહમાં જાહેર થશે.

ધોરણ 10 અને 12 બોર્ડનું પરિણામ ક્યાંથી ચેક કરવું?

ધોરણ 10 અને ધોરણ 12 નું પરિણામ GSEB ની સત્તાવાર વેબસાઈટ https://www.gseb.org/ પરથી ચેક કરી શકાય છે.

5/5 - (3 votes)

Samira Khorajiya

Samira Khorajiya is working as Sr. Sub-editor at GujjuTak Digital Media. Read more

Leave a Comment