છેલ્લા ૧૦ દિવસમાં માત્ર થાનગઢમાં સીલીકોસીસના ૩ દર્દીના કરુણ મોત
સીલીકોસીસ હજુ કેટલાનો ભોગ લેશે? થાનગઢ, સુરેન્દ્રનગરમાં છેલ્લા ૧૦ દિવસમાં સીલીકોસીસ રોગને કારણે ૩ કામદારો મોતને ભેટ્યા છે, જે એક ચિંતાજનક ઘટના છે. ૧૩/૦૮/૨૫ને દિવસે ૫૨ વર્ષના સુરેશભાઈ રામજીભાઈ જાદવ, ૧૬/૦૮/૨૫ને દિવસે ૪૦ વર્ષના કાનજીભાઇ ગોવીંદભાઇ પરમાર અને ૨૧/૦૮/૨૫ને રોજ ૪૩ વર્ષના ગીરીશભાઇ મગનભાઇ ચાવડાના અવસાન પામ્યા. સુરેશભાઇએ ૧૯૯૧થી ૧૯૯૫ સુધી ઓસ્વાલ્ડ સીરામીક, ૧૯૯૬થી ૨૦૦૦ … Read more