આવતીકાલે મોરબીમાં પણ ઇમરજન્સી સાયરન વાગશે, કલેકટરે કરી જાહેરાત

WhatsApp Facebook Email Instagram Twitter YouTube Telegram

આવતીકાલે મોરબીમાં પણ ઇમરજન્સી સાયરન વાગશે, કલેકટરે કરી જાહેરાત emergency sirens will sound morbi tomorrow collector announces

આવતીકાલે એટલે કે 7 મે 2025 અને બુધવારે યુદ્ધ અંગેની મોકડ્રીલ અંતર્ગત મોરબીમાં પણ ઇમરજન્સી સાયરન વાગશે તેવી જિલ્લા કલેકટરે જાહેરાત કરી છે.

યુદ્ધ અંગેના મોકડ્રીલ અંતર્ગત સાયરન સાંજના ચાર વાગ્યે સરકારી સંસ્થાઓ અને ભીડભાળવાળી જગ્યા ઉપર મોકડ્રીલ કરવામાં આવશે. આ સાથે કલેકટરે સમગ્ર જિલ્લામાં રાત્રે 07:45 વાગ્યાથી 08:15 વાગ્યા સુધી લાઈટ કાપવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.

અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંભવત યુદ્ધ થઈ શકે છે તે પરિસ્થિતિને ધ્યાને રાષ્ટ્રપ્રેમ બતાવવાનો સમય આવી ગયો છે, આ સાથે મોરબી કલેકટરે કહ્યું મોકડ્રીલ અને બ્લેક આઉટને સફળ બનાવવા મોરબી વાસીઓ સહકાર આપે

મોદી કલેક્ટરે એ પણ જણાવ્યું કે મોરબી માં થનાર મોકડ્રીલને લઈ કોઈ બ્રાહ્મણ વાતો ફેલાય નહીં અને તંત્ર દ્વારા આપવામાં આવેલ સૂચનાઓનું પાલન થાય તેવી પણ અપીલ કરવામાં આવી છે સાથે આપણે કચ્છ જિલ્લા સાથે સરહદ થી જોડાયેલા છીએ એટલા માટે આપણો મોરબી જિલ્લો પણ સંવેદનશીલ છે.

Rate this post