DA Hike : અત્યારે સરકારી કર્મચારીઓમાં એક તરફ મોંઘવારી ભથ્થામાં વધારાની આસા સેવાઈ રહી છે ત્યાં બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ GST બીલમાં સુધારાઓ દિવાળીની આજુ-બાજુ અમલમાં લાવવાની વાત કરવામાં આવી રહી છે. પણ આબધાથી તમને શું ફાયદો થશે? અહીંથી જાણો
આ દિવાળી સરકારી કર્મચારીઓ માટે ખાસ સાબિત થઈ શકે છે. મીડિયા રીપોર્ટ અનુસાર કેન્દ્ર સરકાર સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને આ દિવાળીએ મોટી ભેટ આપવાની તૈયારીમાં છે.
અત્યારે મોંઘવારી ભથ્થું 55%
કેન્દ્ર તથા રાજ્ય સરકારના કર્મચારીઓને જાન્યુઆરી ૨૦૨૫ થી ૨%ના વધારા સાથે ૫૫% થઈ ગયો હતો જેથી કોઈ કર્મચારીનો પગાર ૧૮,૦૦૦ રૂપિયા હોય તેને ૨૭,૯૦૦ થઈ શકે.
DAમાં ૩%નો વધારો થવાની શક્યતા
આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે મોંઘવારી ભથ્થા (DA) માં વર્ષ દરમ્યાન ૨ વખત સુધારો કરવામાં આવે છે જેમાં એક વખત જાન્યુઆરીમાં અને બીજી વખત જુલાઈમાં જાન્યુઆરીમાં ૨%ના મોંઘવારી વધારા સાથે કુલ મોંઘવારી ભથ્થું ૫૫% થઈ ગયું હતું અને હવે જુલાઈમાં વધુ ૩%નો વધારો થવાની શક્યતા છે અને જો ૩%નો વધારો થાય તો મોંઘવારી ભથ્થું (DA) ૫૮% થઈ જશે. આ મોંઘવારી ભથ્થું દિવાળીની આસપાસ લાગુ થાય તેવી શક્યતા છે.