
ધો. 10 અને 12ના પરિણામને લઈ મોટા સમાચાર, ગુજરાત સેકેન્ડરી એન્ડ હાયર સેકેન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) તરફથી બોર્ડની પરીક્ષાઓ અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
ગુજરાત સેકેન્ડરી એન્ડ હાયર સેકેન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) તરફથી બોર્ડની પરીક્ષાઓ અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાના પરીણામ હવે ટુંક સમયમાં જાહેર થઇ શકે છે. સુત્રોના જણાવ્યા અનુસાર ઉત્તરવહી ચેક થઇ ચુકી છે. જેથી હવે આગામી 7 દિવસમાં પરિક્ષાનુ પરિણામ જાહેર થઇ શકે છે.
મળતી માહિતી અનુસાર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનુ પરિણામ મે મહિનાના પ્રથમ સપ્તાહમા જાહેર થવાની શક્યતા છે. આ સમાચાર વિદ્યાર્થીઓ અને તેમના પરિવાર માટે રાહત સમાન છે, કારણ કે પરિણામની રાહ જોવી એક અલગ જ ઉત્સુકતા લાવતી હોય છે. પરીક્ષાના સારા પરિણામ માટે તમામ વિદ્યાર્થીને Gujjutak પરિવાર વતી શુભેચ્છાઓ.
ધોરણ 10 અને 12ની પરીક્ષામા કુલ 14 લાખ 28 હજાર 175 વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી. ફક્ત ધોરણ 10મા જ આશરે 8 લાખ 92 હજાર 882 વિદ્યર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4 લાખ 23 હજાર 909 વિદ્યાર્થી અને વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ 11 હજાર 384 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
પરીક્ષાનું આયોજન ગુજરાતના વિવિવધ શહેરોમાં કુલ 16661 કેન્દ્રો પર કરવામાં આવ્યું હતું.
વધુ માહિતી માટે Gujjutak Digital Media WhatsApp Channel Follow કરો.