
DA Hike Announcement: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 2% વધારો, DA 55% થયો. જાણો કેટલો વધશે પગાર અને આ વધારો ક્યારે લાગુ પડશે.
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સરકારી ભથ્થામાં વધારો થયો છે. શુક્રવારે કેન્દ્રીય મંત્રીમંડળે મોંઘવારી ભથ્થા (DA) અને પેન્શનરો માટે મોંઘવારી રાહત (DR)માં 2% વધારો મંજૂર કર્યો છે. હવે DA અને DR 53% માંથી વધીને 55% થશે. આ વધારો 1 જાન્યુઆરી 2025થી અમલમાં આવશે.
છેલ્લે જુલાઈ 2024માં મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો, ત્યારે 50% DA વધારીને 53% કરવામાં આવ્યો હતો. હવે, 2% વધારાથી કર્મચારીઓના પગારમાં પણ ઉછાળો આવશે.
ગત કેટલાંક વર્ષોમાં મોંઘવારી ભથ્થામાં સામાન્ય રીતે 3% થી 4% નો વધારો થતો હતો. જો કે, 78 મહિનામાં (સૌથી પહેલા 2018માં) પહેલીવાર માત્ર 2% નો વધારો જોવા મળ્યો છે.
કેન્દ્રીય કર્મચારીઓ માટે આ પગલાંએ રાહત આપી છે, તેમ છતાં ઘણા કર્મચારીઓ વધુ વધારો કરવાની માંગણી કરી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે આગામી મહિનાઓમાં સરકાર મોંઘવારી ભથ્થા અંગે વધુ કોઈ નિર્ણય લે છે કે નહીં.