આજ રોજ તારીખ 29 ઓગસ્ટ 2025 શુક્રવારના દિવસે મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેર અને PHC મેસરિયા અને RBSK ટીમના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત શ્રી સત્તાપર પ્રાથમિક શાળા માં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ.
શાળામાં કુલ 188 વિદ્યાર્થીઓમાંથી ધોરણ 6 થી 8 ના મળીને કુલ 40 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ.

આ કાર્યક્રમ માં ડો.ડિમ્પલબા જાડેજા એ વિદ્યાર્થીઓને તમાકુના વિવિધ પ્રકારના વ્યસન કરવાથી શરીર પર થતી શારીરિક અસરો તથા ભયંકર રોગો વિશે માર્ગદર્શન આપેલ અને સોયબ વકાલીયા (RBSK ફાર્માસિસ્ટ)દ્વારા વ્યસન કરવાથી સમાજ પર થતી અસરો તથા આર્થિક નુકશાન અંગે આંકડાકીય માહિતી સાથે માર્ગદર્શન આપેલ.
ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ,દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ વિદ્યાર્થીઓને સ્કૂલબેગ, કંપાસ, બોટલ, જેવા પ્રોત્સાહન તરીકે ઇનામો આપવામાં આવેલ.
સમગ્ર કાર્યક્રમ RBSK ટીમ જેમાં ડો.નિલેશ ધનાણી, ડો.ડિમ્પલબા જાડેજા, પૂર્વી પરમાર(RBSK FHW), સોયબ વકાલીયા (RBSK ફાર્માસિસ્ટ) દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ ,શાળાના આચાર્ય ચંદ્રિકાબેન પરમાર દ્વારા વિદ્યાર્થીઓને જીવન માં ક્યારેય વ્યસન ન કરવા ખાસ અનુરોધ કર્યો હતો. તથા કાર્યક્રમના અંતે બધા જ બાળકોને નાસ્તો કરાવવામાં આવેલ હતો.