EPFO 3.0: દિવાળી પહેલા બદલી જશે PF Withdrawalના નિયમો, પછી ઉપાડી શકશો મિનિટોમાં પૈસા

EPFO પોતાના કરોડો ખાતાધારકોને એક ખાસ અને મોટી સુવિધા લઈને આવી રહ્યું છે. EPFO 3.0 અંતર્ગત હવે PF Withdrawalની પ્રક્રિયા જડમૂળમાંથી બદલી જશે. હવે પીએફ માંથી રૂપિયા ઉપાડવા એકદમ સરળ થઈ જશે. હવે પીએફ ઉપાડવા માટે ના તો કોઈ ફોર્મ ભરવું પડશે ના કોઈ ડોક્યુમેન્ટ દેવા પડે. કર્મચારી સીધા જ એટીએમ અને યુપીઆઈ દ્વારા પીએફ ના પૈસા ઉપાડી શકશે. આ નવી સિસ્ટમ દિવાળી પહેલા લોન્ચ કરવામાં આવી શકે છે.

હવે PF Withdrawalની પ્રક્રિયા થશે ઝડપી

અત્યાર સુધી પીએફ ખાતાધારકો માટે જ્યારે PF Withdrawal કરવાની વાત આવે ત્યારે પહેલા ઓનલાઈન ફોર્મ ભરવું પડતું હતું અને ત્યાર પછી જરૂરી દસ્તાવેજો જોડીને ક્લેમ કરવામાં આવતો હતો અને કેટલીક વાર તો ઈપીએફઓ ઓફિસે જઈ ફોર્મ સબમીટ કરવું પડતું હતું અને પીએફ ના રૂપિયા ઉપાડવા માટે કેટલાક દિવસો તથા મહિનાઓ માટે રાહ જોવી પડતી હતી. પરંતુ હવે EPFO 3.0 સુવિધા અવેલેબલ થયા પછી પીએફ ઉપાડવા માટે કોઈ ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં અને કોઈ ડોક્યુમેન્ટ પણ આપવાની જરૂર રહેશે નહીં અને કોઈ ઓફિસે પણ જવાની જરૂર નથી ફક્ત તમારા મોબાઇલમાં રહેલ યુપીઆઈ અને બેંક એટીએમ વડે પણ પીએફ ના પૈસા ઉપાડી શકશો.

કેવી રીતે કામ કરશે EPFO 3.0 સિસ્ટમ

EPFO 3.0 અંતર્ગત પીએફ ખાતું હવે સીધું જ યુપીઆઈ અને એટીએમ નેટવર્ક સાથે જોડાઈ જશે. તેનો મતલબ એ થયો કે જેવી રીતે તમારા બેંકમાંથી એટીએમ દ્વારા રૂપિયા ઉપાડો છો તેવી જ રીતે પીએફ ખાતામાંથી પણ રૂપિયા ઉપાડી શકશો. . રૂપિયા ઉપાડવા માટે આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર અથવા સિક્યુરિટી પિન નો ઉપયોગ કરવામાં આવશે. આ પ્રક્રિયાને એવી રીતે તૈયાર કરવામાં આવી છે જેમાં સુરક્ષા પણ જળવાઈ રહે અને રૂપિયા ઉપાડવાની પ્રોસેસ પણ આસાન થઈ જાય. શરૂઆતમાં PF Withdrawal કેટલીક લિમિટો લગાવવામાં આવી શકે છે જેથી સિસ્ટમને સિક્યોર રાખી શકાય અને કોઈ પણ જાતની ગડબડી ન થાય.

હવે પીએફની જાણકારી મળશે આંગળીઓના ટેરવા પર

EPFO 3.0 હે ફક્ત પૈસા ઉપાડવા ની પ્રક્રિયાને જ સરળ નહીં બનાવે પરંતુ તેની સાથે એક નવું ડિજિટલ પ્લેટફોર્મ પણ શરૂ થશે જેમાં પીએફ ખાતાને લગત તમામ માહિતી મેળવી શકશો. . હવે તમે પોતાના મોબાઈલ અને કમ્પ્યુટર વડે પણ પીએફ બેલેન્સ જોઈ શકશો. . હવે તમે એ પણ જાણી શકશો કે તમારી સેલેરીની સાથે સાથે દર મહિને તમારા ખાતામાં પીએફ જમા થાય છે કે કેમ અને તેની સાથે સાથે જો તમે કોઈપણ જાતનો ક્લેમ કરો છો તો તેમનું સ્ટેટસ પણ ટ્રેક કરી શકશો. અને જો તમારા પીએફ ખાતામાં કોઈ પણ જાતની ભૂલ હોય જેવી કે નામ, જન્મ તારીખ, બેંક એકાઉન્ટની ડીટેલ્સ વગેરે માહિતી તમે ઘરે બેઠા જ સુધારી શકશો.

ટૂંક સમયમાં જ લાગુ થશે EPFO 3.0

EPFO 3.0 ને જૂન 2025 માં લોન્ચ કરવાનું હતું પરંતુ તેમાં ટેકનિકલ અને ટેસ્ટિંગ ના કારણે તેને લોન્ચ કરી શકાય એવું ન હતું પરંતુ હવે એવી આશા છે કે EPFO 3.0 ને દિવાળી પહેલા લાગુ કરવામાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ સર્વિસ 10 અથવા 11 ઓક્ટોબર ના રોજ કેન્દ્રીય રોજગાર મંત્રી મનસુખ માંડવીયા ની અધ્યક્ષતામાં એક બેઠક થવા જઈ રહી છે. આ બેઠકમાં જ આ સિસ્ટમને લીલી જંડી મળી શકે છે. જો બધી પ્રોસેસ સમય પર થઈ ગઈ તો દિવાળી પહેલા કારોડો લોકોને પોતાના પીએફના રૂપિયા અને પીએફ એકાઉન્ટ સંબંધિત તમામ પ્રક્રિયા સરળ બનશે.