ગુજરાતમાં બસ ડ્રાઈવર અને કંડક્ટરનો પગાર કેટલો છે? [2025]

બસ સેવા ભારતમાં લાખો લોકો માટે મુસાફરીનો એક મુખ્ય માધ્યમ છે. ગુજરાતમાં ખાસ કરીને GSRTC (ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન) ગુજરાત રાજ્યમાં સૌથી મોટું સરકારી ક્ષેત્રનું પરિવહન તંત્ર છે. ઘણા લોકો જાણવા ઈચ્છે છે કે બસ ડ્રાઇવર, કંડકટર કે હેલ્પર નો પગાર કેટલો હોય છે અને તેઓ કેવી રીતે ભરતી થઈ શકે. આલેખમાં આપણે પગાર, લાયકાત અને ફરજો અંગે વિગતવાર માહિતી જાણીશું.

ગુજરાતમાં બસ ડ્રાઇવરનો પગાર કેટલો છે?

ગુજરાતમાં સરકારી GSRTC બસ ડ્રાઇવર નો માસિક પગાર ₹25,000 થી ₹35,000 સુધી હોઈ છે. તેમાં મૂળ પગાર સાથે allowances (મહેસૂલી ભથ્થું, ડીઆર, હાઉસ રેન્ટ) પણ સામેલ હોય છે. અનુભવ અને સર્વિસ વર્ષ પ્રમાણે પગારમાં વધારો થતો રહે છે.

GSRTC હેલ્પરનો મૂળ પગાર કેટલો છે?

GSRTC હેલ્પરનો મૂળ પગાર ₹15,000 થી ₹18,000 સુધી હોય છે. શરૂઆતમાં probation સમયગાળા દરમિયાન થોડો ઓછો પગાર મળે છે, પરંતુ સ્થાયી થયા પછી ભથ્થાં સાથે આવક વધી જાય છે.

Gsrtc સરકારી છે કે ખાનગી?

GSRTC એટલે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, જે એક સરકારી સંસ્થા છે. તેનું સંચાલન ગુજરાત સરકારના પરિવહન વિભાગ દ્વારા કરવામાં આવે છે.

ભારતમાં ખાનગી બસ ડ્રાઈવરનો પગાર કેટલો છે?

ભારતમાં ખાનગી બસ ડ્રાઈવરનો માસિક પગાર ₹12,000 થી ₹20,000 સુધી હોય છે. શહેર પ્રમાણે અને કંપની પ્રમાણે આ પગારમાં ફેરફાર થઈ શકે છે. મોટા શહેરોમાં ખાનગી ડ્રાઈવરનો પગાર વધુ હોય છે.

ભારતમાં વોલ્વો બસ ડ્રાઈવરનો માસિક પગાર કેટલો છે?

વોલ્વો જેવી લક્ઝરી બસ ચલાવતા ડ્રાઈવરનો માસિક પગાર ₹25,000 થી ₹40,000 સુધી હોય છે. કેટલાક ટૂરિસ્ટ અને પ્રાઇવેટ ટ્રાવેલ્સ કંપનીઓમાં આ પગાર વધારે પણ હોઈ શકે છે.

સરકારી બસ ડ્રાઈવર કેવી રીતે બનવું?

સરકારી બસ ડ્રાઇવર બનવા માટે ઉમેદવાર પાસે હેવી વ્હીકલ લાઈસન્સ (Heavy Vehicle Driving License) અને ઓછામાં ઓછું ધોરણ 10 પાસ હોવું જરૂરી છે. જો આ બંને ક્રાઈટેરિયા તમે ફૂલફીલ કરતા હોય તો જ્યારે GSRTC દ્વારા ભરતી બહાર પાડવામાં આવે ત્યારે અરજી કરવી પડે છે. પછી ડ્રાઇવિંગ ટેસ્ટ અને મેડિકલ ટેસ્ટ પાસ કર્યા પછી ઉમેદવારોની પસંદગી કરવામાં આવતી હોય છે.

કંડક્ટર પરીક્ષા માટે લાયકાત શું છે?

GSRTC માં કંડકટર બનવા માટે ઉમેદવારે ઓછામાં ઓછું ધોરણ 12 પાસ, સાથે કોમ્પ્યુટર નું જ્ઞાન અને ગુજરાતી ભાષામાં સારી એવી પકડ હોવી જરૂરી છે. માન્ય કંડકટર લાયસન્સ પણ હોવું જરૂરી છે, કંડકટર બનવા માટે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 35 વર્ષ ની હોવી જોઈએ.

બસ કંડક્ટરની ફરજો શું છે?

બસ કંડક્ટરની મુખ્ય ફરજોમાં મુસાફરો પાસેથી ભાડું વસૂલવું અને ટિકિટ આપવી, નિર્ધારિત બસ સ્ટોપ પર બસને ઉભી રાખવી, મુસાફરોને જરૂરી માહિતી આપવી, મુસાફરોની સલામતી જાળવી રાખવી અને આવક અને જાવક નો હિસાબ રાખવો.

What is the salary of GSRTC conductor per month?

The monthly salary of a GSRTC conductor in 2025 is approximately 18,000 to 25,000 including basic salary and allowances.

What is the salary of GSRTC driver in 2025?

In 2025, the GSRTC driver salary will be between 28,000 to 38,000 per month depending on seniority, posting location and allowances.

નિષ્કર્ષ

GSRTC અને બસ સેવામાં નોકરી મેળવવી એક સ્થિર અને સુરક્ષિત કારકિર્દી છે. સરકારી ડ્રાઈવર અને કંડક્ટરને ખાનગી કરતાં વધારે પગાર અને સુવિધાઓ મળે છે. જો તમે આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગો છો, તો યોગ્ય લાયકાત સાથે GSRTCની ભરતી જાહેરાત પર નજર રાખવી જરૂરી છે.

gsrtc driver conductor salary ગુજરાતમાં બસ ડ્રાઈવર અને કંડક્ટરનો પગાર કેટલો છે? [2025]
gsrtc driver conductor salary | ગુજરાતમાં બસ ડ્રાઈવર અને કંડક્ટરનો પગાર કેટલો છે? [2025]