HDFC બેંકે Savings account માટે Minimum balance વધારીને ₹25,000 કર્યું છે. જાણો તે ક્યારે લાગુ થશે, કોને અસર થશે અને કેટલો દંડ લાદવામાં આવશે.
HDFC Bankમાં Minimum Balance ₹25,000 રાખવું ફરજિયાત, 1 ઓગસ્ટથી નવો નિયમ લાગુ થશે
ICICI બેંક પછી, હવે HDFC બેંકે પણ તેના Savings accountsમાં મોટો ફેરફાર કર્યો છે. બેંકે મહાનગર અને શહેરી વિસ્તારો માટે Minimum balance limit ₹10,000 થી વધારીને ₹25,000 કરી છે. નવો નિયમ 1 ઓગસ્ટ, 2025 થી અમલમાં આવ્યો છે અને તે ફક્ત નવા ખોલવામાં આવેલા બચત ખાતાઓ પર જ લાગુ થશે.
જૂના ખાતાઓને જૂની લિમિટ જ લાગુ રહેશે, આ નિયમ ફક્ત નવા ખાતા ખોલાવનાર ખાતા ધારકો માટે
HDFC બેંકે સ્પષ્ટતા કરી છે કે આ નિયમ 1 ઓગસ્ટ, 2025 પહેલા ખોલવામાં આવેલા બચત ખાતાઓ પર લાગુ થશે નહીં. જૂના ગ્રાહકો માટે હાલની લઘુત્તમ બેલેન્સ મર્યાદા ચાલુ રહેશે.
નિયમોનું પાલન ન કરવા બદલ દંડ
જો નવા બચત ખાતામાં સરેરાશ માસિક બેલેન્સ ₹25,000 થી નીચે આવે છે, તો બેંક દંડ લાદશે. મહાનગર અને શહેરી વિસ્તારો માટે, આ દંડ બેલેન્સના 6% અથવા ₹600, જે ઓછું હોય તેના આધારે નક્કી કરવામાં આવશે.
પહેલાં શું નિયમ હતો?
HDFC બેંકમાં, મહાનગર શાખાઓ માટે લઘુત્તમ બેલેન્સ ₹10,000, અર્ધ-શહેરી શાખાઓ માટે ₹5,000 અને ગ્રામીણ શાખાઓ માટે ₹2,500 હતું. હાલમાં, અર્ધ-શહેરી અને ગ્રામીણ શાખાઓની મર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ક્લાસિક ખાતાધારકો માટે અલગ અલગ શરતો
HDFC બેંકના ક્લાસિક ગ્રાહકોએ સરેરાશ માસિક બેલેન્સ ₹1 લાખ અથવા સરેરાશ ત્રિમાસિક ચાલુ ખાતાનું બેલેન્સ ₹2 લાખ જાળવવું પડે છે. પગારદાર ગ્રાહકો માટે, બેંકના કોર્પોરેટ પગાર ખાતામાં ₹1 લાખ કે તેથી વધુનો માસિક ચોખ્ખો પગાર હોવો જરૂરી છે.
અન્ય બેંકોમાં પરિસ્થિતિ શું છે?
જ્યારે કેનેરા બેંક અને પીએનબી જેવી જાહેર ક્ષેત્રની બેંકોએ લઘુત્તમ બેલેન્સની જરૂરિયાત નાબૂદ કરી છે, ત્યારે ખાનગી બેંકો હજુ પણ તેનો અમલ કરી રહી છે. ICICI બેંકે તાજેતરમાં મેટ્રોપોલિટન અને શહેરી વિસ્તારો માટે લઘુત્તમ બેલેન્સ વધારીને ₹50,000 કરી છે.