ICICI Bankએ ગ્રાહકોને રાહત આપી. Minimum Balance Limit મેટ્રો, અર્બન, સેમી-અર્બન અને રુરલ વિસ્તારોમાં ઘટાડ્યો. જાણો નવી લિમિટ.
ICICI Bankએ પોતાના ગ્રાહકોને મોટી રાહત આપી છે. બેંકે તાજેતરમાં મેટ્રો અને અર્બન વિસ્તારો માટે વધારેલી Minimum Balance Limit હવે ઘટાડવાનો નિર્ણય લીધો છે.
બેંકના નવા નિયમ અનુસાર, મેટ્રો અને અર્બન વિસ્તારોમાં સેવિંગ્સ અકાઉન્ટનો મિનિમમ મન્થલી એવરેજ બેલેન્સ (MAB) ₹50,000માંથી ઘટાડી માત્ર ₹15,000 કરવામાં આવ્યો છે.
સેમી-અર્બન વિસ્તારોમાં આ લિમિટ ₹25,000માંથી ઘટાડી ₹7,500 અને રુરલ વિસ્તારોમાં ₹10,000માંથી ઘટાડી ₹2,500 રાખવામાં આવી છે.
જોકે, બેંકે સ્પષ્ટ કર્યું છે કે જો ગ્રાહક અકાઉન્ટમાં નક્કી કરેલી લિમિટ કરતાં ઓછું બેલેન્સ રાખશે, તો તેને પેનલ્ટી ભરવી પડશે.
ગયા મહિને ICICI Bankએ નવા અકાઉન્ટ્સ માટે Minimum Balance ₹10,000માંથી સીધા ₹50,000 કરી દીધા હતા. આ બદલાવ 1 ઑગસ્ટથી લાગુ કરાયો હતો, પરંતુ ગ્રાહકોના નકારાત્મક પ્રતિસાદને કારણે બેંકે ફરીથી લિમિટ ઘટાડવાનો નિર્ણય લીધો છે.
નવા નિયમો પણ 1 ઑગસ્ટથી જ લાગુ રહેશે, એટલે કે ગ્રાહકોને તરત જ રાહત મળશે.