ICSE results 2025: ICSE-ISC ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ આવતીકાલે થશે જાહેર

CISCE results 2025

કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (CISCE) દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ધોરણ 10 અને 12 ની પરીક્ષાનું પરિણામ આવતીકાલે એટલે કે 30 એપ્રિલ 2025 ના રોજ જાહેર કરવામાં આવશે, ધોરણ 10 માં 2.53 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે ધોરણ 12 માં 1 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (CISCE) ધોરણ 10 અને 12 નું પરિણામ ચેક કરવા માટે CISCE ની સત્તાવાર વેબસાઈટ પર જઈ પોતાનો રોલ નંબર દાખલ કરી પોતાનું પરિણામ ચેક કરી શકશે.

પરિણામ અંગે બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ જોશેફે આ બાબતે પુષ્ટિ કરી છે.

ધોરણ 10 ની પરીક્ષા 21 ફેબ્રુઆરી 2025 થી 28 માર્ચ 2025 દરમિયાન લેવામાં આવી હતી જ્યારે ધોરણ 12 ની પરીક્ષા 12 ફેબ્રુઆરી 2025 થી ત્રણ એપ્રિલ 2025 દરમિયાન પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષા લેવાઈ ગયા પછી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પરીક્ષાના પરિણામની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા પહેલા એવું માનવામાં આવતું હતું કે પરિણામ મે મહિનાના પહેલા અઠવાડિયામાં જાહેર કરવામાં આવી શકે છે પણ હવે શૈક્ષણિક બોર્ડ દ્વારા ઓફિશિયલ જાહેરાત કરી દેવામાં આવી છે.

ICSE/ISC પરીક્ષાનું પરિણામ ચેક કેવી રીતે કરવું?

  • સૌથી પહેલા cisce.org ની મુલાકાત લો
  • રિઝલ્ટ પર ક્લિક કરો
  • ICSE/ISC પરીક્ષા પરિણામ 2025 પર ક્લિક કરો
  • સિરીઝ સિલેક્ટ કરો બાજુમાં રોલ નંબર દાખલ કરો. ત્યાર પછી કેપ્ચા કોડ ફિલ કરો
  • સબમિટ બટન પર ક્લિક કરો
  • તમારું પરિણામ ડિસ્પ્લે પર દેખાશે નીચે પ્રિન્ટ બટન પર ક્લિક કરી પ્રિન્ટ કાઢો તથા ડાઉનલોડ કરો

ગયા વર્ષે કંઈક આવું રહ્યું હતું ICSE નું પરિણામ?

2024 માં ધોરણ 10 નું પરિણામ 98.19 ટકા આવ્યું હતું જેમાં 98.92% છોકરાઓ અને 97.૫૩ ટકા છોકરીઓ પાસ થઈ હતી.