ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ, શાંતિ તરફ મોટું પગલું

India Pakistan latest news

પાકિસ્તાને યુદ્ધ અટકાવવા કરી અપીલ, ભારતે માન્ય રાખી શાંતિ તરફ આગળ વધ્યું

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ બાદ હવે આખરે શાંતિ તરફ મોટી રાહત મળી છે. ઓપરેશન સિંદુર બાદ બંને દેશો વચ્ચે તંગદિલી વધી હતી, પણ હવે ચાર દિવસના તણાવ પછી યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી છે. આજથી સાંજના 5 વાગ્યાથી બંને દેશો સૈન્ય કાર્યવાહી રોકી રહ્યાં છે, જેના પરિણામે સરહદ પર શાંતિ જોવા મળી શકે છે.

આ મામલે સૌથી મહત્વની વાત એ છે કે પાકિસ્તાનના DGMO દ્વારા ભારતનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ફોન પર પાકિસ્તાને યુદ્ધ અટકાવવા માટે અપીલ કરી હતી. જવાબમાં ભારતે કહ્યું કે, ‘અમે પહેલાથી જ શાંતિના પક્ષમાં છીએ, પણ પાકિસ્તાનની ઉશ્કેરણીનો જવાબ આપવો જરૂરી બન્યો હતો.’ ભારતે સ્પષ્ટ કહ્યું કે હુમલો પાકિસ્તાની નાગરિકો કે સૈન્ય પર નહી, પણ આતંકવાદીઓના લૉંચ પેડ પર કરવામાં આવ્યો હતો.

આ પ્રવૃત્તિની વિગતો ભારતીય સેનાના અધિકારી વિક્રમ મિસરી દ્વારા જાહેર કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, બંને દેશોની સંમતિ પછી યુદ્ધ વિરામ લાગુ કરવામાં આવી રહ્યો છે. આજે મળેલા આ નિર્ણય વડે ઘણા નિર્દોષ લોકોના જીવ બચી શકે છે અને લોકોની નૈતિક શાંતિ પણ પુનઃસ્થાપિત થશે.