ભારતનો કડક નિર્ણય: પાકિસ્તાની ફિલ્મો, ગીતો અને વેબ સિરીઝ પર પ્રતિબંધ

India's strict decision Ban on Pakistani films, songs and web series

પહેલગામ આતંકી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન પર વધુ એક કડક પગલું ભર્યું છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે 8 મે, 2025ના રોજ તમામ OTT પ્લેટફોર્મ અને ડિજિટલ મીડિયા સેવાઓને પાકિસ્તાનમાં બનેલી વેબ સિરીઝ, ફિલ્મો, ગીતો, પોડકાસ્ટ અને અન્ય સ્ટ્રીમિંગ સામગ્રી તાત્કાલિક બંધ કરવાની સલાહ આપી છે. આ નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. મંત્રાલયે જણાવ્યું છે કે, પાકિસ્તાન આધારિત રાજ્ય અને બિન-રાજ્ય તત્વો સાથેના સંબંધો ધરાવતા આતંકવાદી હુમલાઓના કારણે આ પગલું જરૂરી બન્યું છે. આ પગલાં હેઠળ, YouTube, Netflix, Amazon Prime Video, Disney+ Hotstar સહિતના તમામ પ્લેટફોર્મ્સ પર પાકિસ્તાનથી આવતી સામગ્રી પર પ્રતિબંધ લાગુ થશે. આ નિર્ણય ઓપરેશન સિંદૂરના ભાગરૂપે લેવામાં આવ્યો છે, જે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર ભારતના પ્રતિસાદ તરીકે શરૂ થયું હતું.