IPL 2025 લાઈવ સ્ટ્રીમિંગ: JioCinema પર નહીં, અહીં જોઈ શકશો લાઈવ મેચ - Gujjutak
verified-account--v1 GSEB HSC Result 2025: ધોરણ 12 પરિણામને લઈને મોટા સમાચાર, અહીંથી જાણો રિઝલ્ટ ક્યારે જાહેર થશે અને કેવી રીતે અને ક્યાંથી ચેક કરવું @gseb.org verified-account--v1 આધાર કાર્ડ પર ઘરે બેઠા મેળવો 2 લાખ રૂપિયા સુધીની લોન, જાણો ઓનલાઈન અરજી કરવાની રીત verified-account--v1 ગર્ભાશયમાં ગાંઠ થવાથી કેન્સર થઈ શકે છે? ગાયનેકોલોજીસ્ટ પાસેથી જાણો verified-account--v1 Kutch District Recruitment 2025: Apply Online for NHM Laboratory Technician, Staff Nurse, CHO and More verified-account--v1 ધો. 10 અને 12ના પરિણામને લઈ મોટા સમાચાર, જાણો કયારે થશે બોર્ડની પરીક્ષાનું પરીણામ જાહેર

IPL 2025 લાઈવ સ્ટ્રીમિંગ: JioCinema પર નહીં, અહીં જોઈ શકશો લાઈવ મેચ

IPL 2025 live streaming: IPL 2025 ની પહેલી મેચ આજે KKR vs RCB વચ્ચે મેચ જોવા માટે સબ્સ્ક્રિપ્શન લેવું પડશે IPL 2025 ની 18મી સીઝનની શરૂઆત આજથી, 22 માર્ચથી થવા જઈ રહી છે.

Author image Aakriti
  • IPL 2025 ની પહેલી મેચ આજે KKR vs RCB વચ્ચે
  • મેચ જોવા માટે સબ્સ્ક્રિપ્શન લેવું પડશે

IPL 2025 ની 18મી સીઝનની શરૂઆત આજથી, 22 માર્ચથી થવા જઈ રહી છે. પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. 17 વર્ષ પછી, IPL ની ઓપનિંગ મેચમાં આ બંને ટીમો આમનેસામને આવી રહી છે. છેલ્લે 2008 ની ઓપનિંગ મેચમાં બ્રેન્ડન મેક્કુલમે 158 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

IPL 2025: Kolkata Knight Riders vs Royal Challengers Bengaluru, 1st Match Overview

મેચની તારીખ22 માર્ચ 2025
સ્થળ/ગ્રાઉન્ડઈડન ગાર્ડન્સ, કોલકાતા
સમયસાંજે 7:30 વાગ્યે (ભારતીય સમયાનુસાર)
ટોસ7:00 વાગ્યે

ઓપનિંગ સેરેમનીને કારણે મેચ મોડી શરૂ થઈ શકે છે

IPL 2025 ની આ પહેલી મેચ માટે કોલકાતાનું નેતૃત્વ અજિંક્ય રહાણે અને બેંગલુરુની આગેવાની રજત પાટીદાર સંભાળશે.

IPL 2025 લાઈવ ટેલીકાસ્ટ ક્યાં જોઈ શકાય?

IPL 2025 ની KKR vs RCB મેચ ભારતીય ચાહકો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને સ્પોર્ટ્સ 18 ચેનલો પર લાઈવ ટેલીકાસ્ટ જોઈ શકશે.

IPL 2025 લાઈવ સ્ટ્રીમિંગ માટે શું કરવું પડશે?

આ વખતે JioCinema પર IPL 2025 નું ફ્રી સ્ટ્રીમિંગ અવેલેબલ નથી. આ વખતે ipl ના તમામ મેચ JioHotstar પર લાઈવ સ્ટ્રીમ થશે, પરંતુ ચાહકોને સબ્સ્ક્રિપ્શન લેવું પડશે. Jio દ્વારા 100 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે, જેમાં 3 મહિનાનું JioHotstar સબ્સ્ક્રિપ્શન મળશે.

IPL 2025 ની પહેલી મેચમાં જ વરસાદનું જોખમ

કોલકાતામાં હાલમાં ઓરેન્જ એલર્ટ લાગુ છે, જેનાથી વરસાદની સંભાવના ઊભી થઈ છે. જો વરસાદ થતો રહેશે, તો મેચ રદ થવાની શક્યતા પણ છે. ચાહકો ઇચ્છશે કે IPL 2025 ની શરૂઆત 2008 ની જેમ રોમાંચક થાય.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News