કસ્તુરબા ગાંધી પર નિબંધ | Essay on Kasturba Gandhi in Gujarati

કસ્તુરબા ગાંધી પર નિબંધ | Essay on Kasturba Gandhi in Gujarati – ભારતના સ્વતંત્રતા આંદોલનમાં પુરુષો જેટલું જ સ્ત્રીએ પણ મહત્વનું યોગદાન આપ્યું છે તેમાંનો એક મહાન નામ એટલે ગાંધીજીના ધર્મ પત્ની કસ્તુભા ગાંધી જીવન પર તેમના આદર્શો તથા રાષ્ટ્રીય આંદોલનોને સમર્પિત રહ્યા હતા કસ્તુબા ગાંધી માત્ર ” ગાંધીજીના પત્ની” તરીકે જ નહીં પરંતુ સહનશીલતા, ત્યાગ અને દેશ પ્રેમનો પ્રતીક તરીકે ઓળખાય છે.

કસ્તુરબા ગાંધી પર નિબંધ Essay on Kasturba Gandhi in Gujarati
કસ્તુરબા ગાંધી પર નિબંધ Essay on Kasturba Gandhi in Gujarati

કસ્તુરબા ગાંધી પર નિબંધ | Essay on Kasturba Gandhi in Gujarati

કસ્તુભા ગાંધીનગર જીવન: કસ્તુરબા ગાંધી નો જન્મ 11 એપ્રિલ 1869 ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો તેમના પિતા ગોકુલદાસ મકરંદજી કાપડિયા વેપારી હતા. બાળપણથી જ તેઓ ધાર્મિક સરળ અને સંસ્કારી સ્વભાવના હતા. માત્ર ૧૩ વર્ષની ઉંમરે કસ્તુરબા ના લગ્ન મોહન કરમચંદ ગાંધી એટલે કે મહાત્મા ગાંધી સાથે થયા.

કસ્તુરબા ગાંધીના પરિવાર અને દાંપત્યજીવન: કસ્તુરબા એ પોતાના દાંપત્ય જીવનમાં અનેક મુશ્કેલીઓ સહન કરી છે. કસ્તુરબા ગાંધીને ચાર સંતાનો હતા જેમાં હરિલાલ, મણીલાલ, રામદાસ અને દેવદાસ હતા. ગાંધીજીના આદર્શો સ્વીકારી તેમને પણ જીવન જીવ્યું. તેઓ પતિને દરેક આંદોલનમાં સાથ આપતા હતા.

સ્તુરબા ગાંધીનું સ્વતંત્રતા આંદોલનમાં યોગદાન: કસ્તુરબા ગાંધી એ ફક્ત ધર્મપત્ની તરીકે ઘરનું જ કામ નહીં પરંતુ દેશના હિત માટે અનેક આંદોલનમાં સક્રિય રહ્યા હતા. જ્યારે ગાંધીજી 1897માં દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે ફિનિક્સ આશ્રમ અને ટોલ્સ્ટોય ફાર્મ ની કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવી જ્યાં સ્ત્રીઓને એકતા અને હિંમત માટે પ્રેરિત કર્યા. 1913 માં દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ દરમિયાન જેલવાસ પણ ભોગવ્યો, ભારતમાં મીઠાનો સત્યાગ્રહ, અસહકાર આંદોલન અને ભારત છોડો આંદોલનમાં સક્રિય રહ્યા હતા, તેઓએ સ્ત્રીઓને આગળ વધારવામાં ખૂબ મોટું યોગદાન આપ્યું.

કસ્તુરબા ગાંધીનો સ્વભાવ: સહનશીલ અને ધાર્મિક સ્વભાવના ગાંધી પતિના વિચારોથી પ્રેરાઇને સત્ય અહિંસા અને ત્યાગને જીવન મંત્ર બનાવ્યા. ગરીબો બીમારો અને દલિતોની સેવા માટે સમર્પિત, એક આદર્શ માતા, પત્ની અને દેશભક્ત સ્ત્રી હતા.

કસ્તુરબા ગાંધી નું અવસાન: 1942માં ભારત છોડો આંદોલન દરમિયાન કસ્તુરબા ગાંધીને જેલમાં રાખવામાં આવ્યા હતા. 22 ફેબ્રુઆરી 1944 ના રોજ પુણેની આગાખાન પેલેસ જેલ માધ્યમનું અવસાન થયું. તેમનો અંતિમ સંસ્કાર પણ જેલમાં જ કરવામાં આવ્યો હતો.

ઉપસંહાર: કસ્તુરબા ગાંધીનું સમગ્ર જીવન ત્યાગ, સમર્પણ અને દેશ સેવા માટે પ્રેરણા સ્ત્રોત છે. તેઓ માત્ર મહાત્મા ગાંધીજીના જીવનસાથી જ નહીં પરંતુ દેશના દરેક નાગરિક માટે પ્રેરણા બની. કસ્તુરબા નું જીવન આપણને શીખવે છે કે સાચો દેશ પ્રેમ શબ્દોમાં નહીં પરંતુ કૃત્યમાં દેખાવો જોઈએ.

કસ્તુરબા ગાંધીનો જન્મ ક્યાં થયો હતો?

પોરબંદર, ગુજરાતમાં.

કસ્તુરબા ગાંધીના પતિ કોણ હતા?

મહાત્મા ગાંધી (મોહનદાસ કરમચંદ ગાંધી)

કસ્તુરબા ગાંધીનું અવસાન ક્યારે અને ક્યાં થયું?

22 ફેબ્રુઆરી 1944 માં આગા ખાન પેલેસ જેલ, પુણેમાં