જર્મનીમાં તૃણમૂલ સાંસદ મહુઆ મોઈત્રાએ પૂર્વ સાંસદ પિનાકી મિશ્રા સાથે કર્યા લગ્ન

mahua moitra and pinaki mishra

નવી દિલ્હી: તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની જાણીતી સાંસદ મહુઆ મોઈત્રાએ ગુરુવારે જાહેરમાં જાણકારી આપી કે તેમણે ભૂતપૂર્વ BJD સાંસદ પિનાકી મિશ્રા સાથે લગ્ન કર્યા છે. સોશિયલ મિડિયામાં એક ફોટો શેર કરી તેમણે સૌનો આભાર માન્યો અને લખ્યું, “તમામ પ્રેમ અને શુભેચ્છાઓ માટે ખુબ જ આભારી છું!!”

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ લગ્ન જર્મનીમાં એક ખાનગી સમારંભમાં પૂર્ણ થયા હતા. જોકે પહેલા આ લગ્નને લઈને ઘણાં કયાસો લગાવવામાં આવી રહ્યા હતા. હવે ખુદ મહુઆ મોઈત્રાએ પોતાની પોસ્ટથી આ વાતની પુષ્ટિ કરી છે.

તેમની સાથેના કેક કાપતા ફોટાને લઈ સોશિયલ મીડિયા પર લોકો દાંપત્યજીવન માટે શુભેચ્છાઓ આપી રહ્યાં છે. TMCના જાદવપુરના લોકસભા સાંસદ સાયોની ઘોષ સહિત અનેક રાજકીય નેતાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે.