આજે NEET UG 2025ની પરીક્ષા, ગુજરાતમાંથી 80 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે એક્ઝામ - Gujjutak
verified-account--v1 Gold rate today: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે એક અઠવાડિયામાં ₹4000નો વધારો, હવે આ છે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ verified-account--v1 Team Naachની આ બે સુંદર છોકરીઓ પોતાની ધૂન પર આખી દુનિયાને નચાવી રહી છે, જાણો નિકોલ અને સોનલની કહાણી verified-account--v1 નોકરીનું બહાનું આપી બે યુવતીઓનું અપહરણ, એક સાથે ગેંગરેપ, બીજીને કાર નીચે કચડી મારી નાંખી verified-account--v1 સલમાન ખાનની કઈ ફિલ્મ યાદ આવી જ્યારે કર્નલ સોફિયા કુરેશીએ પાકિસ્તાનના ચીંથરા ઉડાવ્યા? verified-account--v1 લ્યો બોલો! આંટીનો જલવો જુઓ, હાથમાં બંદૂક ને કર્યો એવો ડાન્સ કે વિડિયો થઈ ગયો વાયરલ

આજે NEET UG 2025ની પરીક્ષા, ગુજરાતમાંથી 80 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે એક્ઝામ

NEET UG 2025 ની પરીક્ષા આજે બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી યોજવાની છે. ગુજરાત રાજ્યના 80 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે NEET UG ની પરીક્ષા.

neet ug 2025 exam today gujarat students
Author image Aakriti

NEET UG 2025 ની પરીક્ષા આજે બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી યોજવાની છે. ગુજરાત રાજ્યના 80 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે NEET UG ની પરીક્ષા.

આજ એટલે કે ચાર મે ૨૦૨૫ અને રવિવાર ના રોજ દેશભરમાં નીટ ની પરીક્ષા નું આયોજન કરાયું છે. દેશભરમાંથી લાખો વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે જેમાં ગુજરાતમાંથી પણ 80,000 થી પણ વધુ વિદ્યાર્થીઓ આ નેશનલ લેવલની મેડિકલ એન્ટરન્સ એક્ઝામ આપશે. આ પરીક્ષા આજે બપોરે 2 વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી પેન એન્ડ પેપર મોડ માં લેવામાં આવશે.

આ વર્ષે NEET  UG ની પરીક્ષા નું આયોજન આ વખતે સરકારી સંસ્થાઓમાં જ કરવામાં આવ્યું છે. પરીક્ષાના પેપર લીક અને અટકાવવા સરકાર દ્વારા આ કડક પગલાં લેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરશે ત્યારે પહેલા મેટલ ડિટેક્ટર વડે ચેક કરવામાં આવશે અને પછી જ વર્ગખંડમાં પ્રવેશ કરવામાં આવશે. આ વખતે પેપર મોકલવાનું દાયિત્વ ભારતીય પોસ્ટ વિભાગને સોંપાયું છે જેથી વિતરણમાં કોઈપણ ભૂલ ન થાય અને વિસંગતિથી બચી શકાય.

NEET UG 2025 માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પરીક્ષાના દિવસે લાગૂ થતી માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે. જેમાં પરીક્ષાર્થીઓ માટે ડ્રેસ કોડ, રિપોર્ટિંગ ટાઈમ અને પરીક્ષા કેન્દ્ર પર પ્રતિબંધિત વસ્તુઓ જેવી વિગતો શામેલ છે. ખાસ સૂચના મુજબ, વિદ્યાર્થીઓએ બપોરે 1:30 વાગ્યા પહેલાં પરીક્ષા કેન્દ્ર પર હાજર રહેવું જરૂરી છે. કોઈપણ વિલંબિત વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં નહીં આવે, જેથી વિદ્યાર્થીઓને પહેલેથી મુસાફરી શરૂ કરવા અને ટ્રાફિક અથવા હવામાનને ધ્યાનમાં રાખીને સમયસર પહોંચવા સલાહ આપવામાં આવી છે.

NEET UG 2025 માત્ર એક પરીક્ષા નથી, તે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે એક મોટું પગથિયો છે. આવી પરીક્ષાની સફળતા માટે યોગ્ય તૈયારી ઉપરાંત નિયમોનું પાલન પણ એટલું જ જરૂરી છે. વિદ્યાર્થીઓ માટે આ દિવસ દાવ પર છે અને આશા છે કે દરેક ઉમેદવાર પોતાનું શ્રેષ્ઠ આપે અને સફળતાપૂર્વક આગળ વધે.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News