NPS To UPS Migration: સરકારી કર્મચારીઓ માટે NPS માંથી UPS પેન્સન યોજનામાં સિફ્ટ કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરવાની થાય છે જેની પ્રોસેસ વિગતવાર આ લેખમાં સમજાવવામાં આવી છે.
NPS To UPS Migration In Gujarati
કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે 1 એપ્રિલ, 2025 થી 31 ઓગસ્ટ, 2025 ની વચ્ચે જોડાયેલા કર્મચારીઓને NPS માંથી UPS સ્કીમમાં સ્વિચ કરવાની તક આપી છે. આ કર્મચારીઓ હાલમાં નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) માં નોંધાયેલા છે, પરંતુ હવે જો તેઓ ઈચ્છે તો યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) પસંદ કરી શકે છે.
30 સપ્ટેમ્બર 2025 સુધી ફેરફારો કરી શકશે
નાણામંત્રાલયના જણાવ્યા અનુસાર જે કર્મચારીઓ 1 એપ્રિલ 2025 થી 31 ઓગસ્ટ 2025 વચ્ચે NPS માં નોંધાયેલ કર્મચારીઓને 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં NPS માંથી UPS મા સિફ્ટ થવા માટે એક તક આપવામાં આવી છે રસ ધરાવતા કર્મચારીઓ નિયત સમય મર્યાદામાં ઓનલાઇન અરજી કરી શકે છે. સરકારના મત અનુસાર કર્મચારીઓને નિવૃત્તિ પછી વધુ સારી રીતે નાણાકીય સુરક્ષા મળે તે માટે આ પગલું લેવામાં આવ્યું છે. અહીં ખાસ મહત્વનું એ છે કે જો કોઈ કર્મચારી UPS સિલેક્ટ કરે છે તો તેઓ ભવિષ્યમાં ઈચ્છે તો NPS માં પાછા પણ આવી શકે છે.
UPS યોજના શું છે?
UPS એ fund-based pension system છે. આરતી અંતર્ગત દર મહિને કર્મચારી અને કેન્દ્ર સરકાર બંને નિશ્ચિત રકમ જમા કરે છે. અને જ્યારે કર્મચારી નિવૃત થાય છે ત્યારે તેને દર મહિને નિયમિત પેન્શન મળે છે. આ સ્કીમની ખાસ વાત એ છે કે આ સ્કીમ અંતર્ગત કર્મચારીને ઓછામાં ઓછું 10000 રૂપિયાનું ગેરન્ટેડ મંથલી પેન્શન મળે છે. પણ શરત ખાલી એટલી છે કે કર્મચારીએ ઓછામાં ઓછું 10 વર્ષ સેવા આપેલી હોવી જોઈએ.
UPS અને NPS માં શું તફાવત છે?
NPSએ માર્કેટ આધારિત સ્કીમ છે, NPSમા રિટર્ન શેર અને બોન્ડ માર્કેટ પર આધાર રાખે છે. જ્યારે UPS માં પેન્શન તમારા છેલ્લા પગાર સાથે જોડાયેલી હોય છે અને તેમાં ગેરંટી હોય છે. NPSમાં, પેન્શન નિવૃત્તિ સમયે સંચિત ભંડોળ પર નક્કી કરવામાં આવે છે, જ્યારે UPSમાં લઘુત્તમ પેન્શન 10,000 નક્કી કરવામાં આવે છે.
NPS ને UPS માં ઓનલાઈન શિફ્ટ કરવાની પ્રક્રિયા
જે સરકારી કર્મચારીને NPS ને UPS શિફ્ટ કરવું છે તેના માટે સરકારે eNPS પોર્ટલ પર સરળ પ્રક્રિયા શરૂ કરી છે.
- eNPS પોર્ટલ પર જાઓ
- NPS to UPS Migration ઓપ્શન પર ક્લિક કરો
- તમારો PRAN નંબર અને જન્મ તારીખ દાખલ કરો
- OTP વેરિફિકેશન કરો
- ડિકલેરેશન વાંચો, એસેપ્ટ કરો અને e-Sign કરો
- આધાર/VID વડે OTP દાખલ કરો અને વેરીફાઇ કરો.
ઉપર જણાવેલી પ્રોસેસ સફળતાપૂર્વક થઈ ગયા પછી તમને એક Acknowledgement Number મળશે અને સાથે ફોર્મ પણ ડાઉનલોડ કરી શકશો.