NEET UG 2025નું પરિણામ જાહેર, આ રીતે ચેક કરો તમારું પરિણામ

Neet UG 2025 Result nta neet result 2025

NEET UG Result 2025: NTA એ NEET UG 2025 પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે, ઉમેદવારો પોતાનું પરિણામ NTA ની સત્તાવાર વેબસાઈટ neet.nta.nic.in પર જઈ ચેક કરી શકે છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જણાવવામાં આવ્યું કે આજે બપોરે 1:00 વાગ્યે નીટ યુ જી 2025 નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. નેટ ની પરીક્ષા 4 મહિના રોજ યોજાઇ હતી.

જે ઉમેદવારો એ આ પરીક્ષા આપી હતી તેઓ પોતાનું પરિણામ NTA ની સત્તાવાર વેબસાઈટ પરથી ચેક કરી શકે છે, તેમજ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ફાઈનલ આન્સર કી પણ બહાર પાડવામાં આવી છે. પરિણામ ચેક કરવા માટે એપ્લિકેશન નંબર અને પાસવર્ડ દાખલ કરી પોતાનું પરિણામ ચેક કરી શકાશે.

NEET UG 2025 પરિણામ કેવી રીતે ચેક કરવું?

  • ઉમેદવારોએ સૌપ્રથમ neet.nta.nic.in પર જવાનું રહેશે.
  • હોમ પેજ પર NEET UG 2025 Result માટેની લીંક ઉપર ક્લિક કરો.
  • પ્રવેશ કાર્ડ નંબર અને જન્મ તારીખ લખો અને સબમિટ કરો.
  • હવે તમારી સ્ક્રીન પર તમારું પરિણામ દેખાશે
  • પરિણામને PDF સ્વરૂપે Download કરો તથા તેની પ્રિન્ટ આઉટ કાઢી લો.

How To Download NEET UG 2025 Final Answer key

  • નીટની ફાઈનલ આન્સર કી ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ NTPA ની સત્તાવાર વેબસાઈટ neet.mnta.nic.in પર જાવ.
  • હોમ પેજ પર NEET UG 2025 Final Answer Key ની લીંક દેખાશે તેના પર ક્લિક કરો
  • હવે આન્સર કી તમને પીડીએફ સ્વરૂપે દેખાશે.
  • આ pdf ને ડાઉનલોડ કરો

NEET UG 2025 ના ટોપ 10 રેન્ક પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓના નામ

રેન્ક વિદ્યાર્થીનું નામ પર્સન્ટાઈલ રાજ્ય
1 મહેશકુમાર 99.9999547 રાજસ્થાન
2 ઉત્કર્ષ અવધીયા 99.9999095 મધ્યપ્રદેશ
કૃષાંગ જોશી 99.9998189  મહારાષ્ટ્ર
મૃણાલ કિશોર ઝા 99.9998189  દિલ્હી
અવિકા અગ્રવાલ 99.9996832  દિલ્હી
જેનિલ વિનોદભાઈ ભાયાણી 99.9996832  ગુજરાત
કેશવ મિત્તલ 99.9996832  પંજાબ
8 ઝા ભવ્ય ચિરાગ 99.9996379  અમદાવાદ, ગુજરાત
હર્ષ કેદાવત 99.9995474  દિલ્હી
10  આરવ અગ્રવાલ 99.9995474  મહારાષ્ટ્ર