Odisha Train Accident: ઓડિશામાં મોટો ટ્રેન દુર્ઘટના, કામાખ્યા એક્સપ્રેસના 11 ડબ્બા પાટા પરથી ઉતર્યા

Odisha Train Accident

Odisha Train Accident

ઓડિશામાં એક ગંભીર ટ્રેન અકસ્માત સર્જાયો છે. બેંગ્લોરથી ગુવાહાટી જતી કામાખ્યા એક્સપ્રેસ (12251) ના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. રેલવેના અધિકારીઓ દ્વારા મળતી માહિતી મુજબ આ દુર્ઘટના ખુર્દા ડિવિઝન નજીક 12 થી 12:30 વચ્ચે થઈ હતી. જો કે સારી વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી અને બધા મુસાફરો સુરક્ષિત છે. અત્યારે રેલવે વિભાગના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા છે અને રાહત અને બચાવવાની કામગીરી શરૂ કરી દીધી છે.

રેલવે CPRO એ આપ્યું નિવેદન

ઇસ્ટ કોસ્ટ રેલવેના CPRO અશોક કુમાર મિશ્રાય માહિતી આપતા જણાવ્યું કે કામાખ્યા સુપરફાસ્ટ એક્સપ્રેસ ના 11 AC કોચ પાટા પરથી ઉતરી ગયા છે, પરંતુ કોઈ મુસાફરોને ઈજા થઈ નથી તમામ મુસાફરો સુરક્ષિત છે. હાલ રાહત ટ્રેન અને આરોગ્ય ટીમ ઘટના સ્થળે મોકલી દેવામાં આવી છે. ખુર્દા રોડના DRM, ECoR ના GM અને ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા છે.

રેલવે માર્ગ ડાયવર્ટ, કેટલાક ટ્રેનોના રૂટ બદલાયા

આ ઘટનાને પગલે કેટલાક ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે:

  • 12822 (BRAG)
  • 12875 (BBS)
  • 22606 (RTN)

Odisha Train Accident: હેલ્પલાઈન નંબર જાહેર

આ રેલવે દુર્ઘટના થી પ્રભાવિત મુસાફરો માટે રેલવે વિભાગ દ્વારા એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે.

  • પ્રભાવિત સ્થળનો હેલ્પલાઇન નંબર – 8991124238
  • કટક રેલવે સ્ટેશન હેલ્પલાઇન નંબર – 8991124238

અત્યારે રેલવે ટ્રેકની મરામતનું કામ ખૂબ જ ઝડપીથી ચાલી રહ્યું છે. જેથી યાત્રીઓની સમસ્યાઓ ટૂંક સમયમાં સમાપ્ત થાય.