Dream 11: એક આંકડા મુજબ દેશના 45 કરોડ લોકો ઓનલાઈન ગેમિંગ સાથે સંકળાયેલા છે આવા વ્યક્તિઓને ઓનલાઈન ગેમિંગના શકંજામાંથી આઝાદ કરવા માટે લોકસભામાં પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઇન ગેમિંગ બિલ 2025 પાસ થઈ ગયું છે. હવે બિલ કાનૂની રીતે લાગુ થઈ ગયું છે એટલે જે ઓનલાઇન ગેમિંગ ની અંદર પૈસા સંબંધીત વ્યવહાર કરવામાં આવી રહ્યો છે તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ કાયદો અમલમાં આવ્યા પછી હવે google play store તથા apple એપ સ્ટોર પરથી આવી ગેમિંગ એપ ડાઉનલોડ કરી શકાશે નહીં.
Online Gaming Bill Lok Sabha
બુધવારે બપોરે લોકસભામાં આ બિલને પસાર કરી દેવામાં આવ્યું છે.
Online Gaming Ban : બિલ પસાર થઈ જવાથી ઓનલાઇન ગેમિંગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો
બુધવારે બપોરે લોકસભામાં બિલ પસાર થઈ જવાથી આ બિલ હવે કાનુન બની ગયું છે જેથી પૈસાથી જોડાયેલી ઓનલાઈન ગેમિંગ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ કાયદો લાગુ થવાથી હવે google play store અને apple એપ સ્ટોરથી આવી ગેમિંગ એપ્લિકેશન ને દૂર કરવામાં આવી છે અને ડાઉનલોડ કરી શકાશે નહીં.