SC-SEBC વર્ગના ટોપ-3 વિદ્યાર્થીઓના ઇનામમાં વધારો, હવે મળશે વધુ રકમ

SC-SEBC વર્ગના ટોપ-3 વિદ્યાર્થીઓના ઇનામમાં વધારો, હવે મળશે વધુ રકમ Chhatrapati Shahuji Maharaj Incentive Prize Scheme

ગુજરાત બોર્ડની ધો. 10 અને 12ની પરીક્ષામાં ટોપ-3માં આવનારા SC અને SEBC વર્ગના વિદ્યાર્થીઓને મળતી ઇનામી રકમમાં હવે વધારો થયો છે. ‘છત્રપતિ શાહુજી મહારાજ પ્રોત્સાહક ઈનામ’ યોજના હેઠળ રાજ્યકક્ષાના પ્રથમ ક્રમાંકે આવનારને હવે રૂ. 51,000 મળશે. અગાઉ તેને માત્ર રૂ. 31,000 મળતા હતા. ત્રીજું સ્થાન મેળવનારને હવે રૂ. 31,000 મળશે, જે અગાઉ રૂ. 11,000 હતું. જિલ્લાકક્ષાએ પણ ઇનામની રકમમાં વધારો થયો છે. આ તમામ રકમ DBT પધ્ધતિથી સીધી વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવશે.