RBI KYC Update: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ એક નોટિફિકેશન માં જણાવ્યું છે કે 30 સપ્ટેમ્બર સુધીમાં એલિજિબલ બેંક એકાઉન્ટમાં જો KYC ન કરવામાં આવે તો બેંક એકાઉન્ટ બ્લોક થઈ જશે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ તમામ બેંક ખાતાધારકોને ચેતવણી આપી છે કે જો તેઓ સમયસર KYC (Know Your Customer) અપડેટ ન કરે તો તેમનું બેંક ખાતું બ્લોક થઈ શકે છે. 1 જુલાઈથી શરૂ થયેલ આ RBI KYC અપડેટ ઝુંબેશ 30 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે.
RBI Kehta Hai..
— ReserveBankOfIndia (@RBI) August 3, 2025
Has your bank sent a message for updating KYC?
Visit your nearest Gram Panchayat camp or bank branch,
Update your KYC and keep your bank account active.#rbikehtahai #reKYC #KYC#BeAware
RBI कहता है क्या आपके बैंक ने खाते में KYC अपडेट करवाने का मैसेज भेजा है?… pic.twitter.com/leYlrWaZ9w
WhatsApp પર મળી રહ્યા છે RBI ના મેસેજ
ઘણા મોબાઈલ વપરાશ કરતાઓને RBI તરફથી whatsapp માં મેસેજ મળી રહ્યા છે કે જેમાં પૂછવામાં આવી રહ્યું છે કે શું તમારી બેંક તમને ફરીથી KYC કરવાનું કહ્યું છે? આરબીઆઈ આ મેસેજ તમામ ખાતાધારકોને જાગૃતિ લાવવા અને લોકોને સમયસર KYC અપડેટ કરાવવા માટે પ્રોત્સાહિત કરવા મોકલવામાં આવી રહ્યો છે.
બેંક એકાઉન્ટમાં KYC અપડેટ કેવી રીતે કરવું?
તમારા બેંકની હોમ બ્રાન્ચ પર જાવ, ત્યાં તમારે એક પાસપોર્ટ સાઇઝ નો ફોટો, આધાર કાર્ડ, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ તથા NREGA job card જેવા લીગલ ડોક્યુમેન્ટ લઈને જવાનું છે. હવે કેવાયસી ફોર્મ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ માટે જ કરો સહી કરી તમારા બેંકની હોમ બ્રાન્ચમાં જમા કરો.
ખાસ નોંધ: 30 સપ્ટેમ્બર સુધીમાં KYC અપડેટ નહીં કરો તો બે એકાઉન્ટ અસ્થાયી રૂપથી બ્લોક થઈ શકે છે.