ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે, અને ગરમીમાં શરીર હાઇડ્રેટેડ રાખવું અત્યંત મહત્વપૂર્ણ છે. ઘરના કે ઓફિસના કામમાં વ્યસ્ત હોવાના કારણે કે એસીમાં બેસી રહેવાના લીધે ઘણા લોકો સમયસર પાણી પીવાનું ભૂલી જાય છે. આના કારણે શરીરમાં પાણીની કમી થવાની શક્યતા વધી જાય છે, જે સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરી શકે છે.
જો તમે પણ સમયસર પાણી પીવાનું ભૂલી જાઓ છો, તો હવે ચિંતા કરવાની જરૂર નથી. તમારો સ્માર્ટફોન હવે તમને પાણી પીવાનું યાદ અપાવશે! વિવિધ મોબાઈલ એપ્સ તમને પાણી પીવા માટે રિમાઈન્ડર મોકલે છે, જેનાથી તમે હંમેશા હાઇડ્રેટેડ રહી શકો. ચાલો, જાણીશું આવી જ અમુક લોકપ્રિય એપ્સ વિશે.
Water Drink Reminder
- આ એપ ગૂગલ પ્લે સ્ટોર પર ખૂબ લોકપ્રિય છે અને 1 કરોડથી વધુ ડાઉનલોડ થઈ ચૂક્યા છે.
- આ એપ તમારા વજન અને દૈનિક પ્રવૃત્તિઓના આધારે કેલ્ક્યુલેટ કરે છે કે તમારે કેટલું પાણી પીવું જોઈએ.
- સમયાંતરે રિમાઈન્ડર મોકલી તમને પાણી પીવાનું યાદ અપાવે છે.
- તમે તમારું ડેટા ટ્રેક કરી શકો છો અને તમારા હાઇડ્રેશન લેવલ વિશે માહિતી મેળવી શકો છો.
Water Reminder - Remind Drink
- 1 કરોડથી વધુ ડાઉનલોડ ધરાવતી આ એપ તમારા દૈનિક પાણીના સેવનને ટ્રેક કરવામાં મદદ કરે છે.
- તમે તમારી જરૂરિયાત મુજબ ટાર્ગેટ સેટ કરી શકો છો અને પાણી પીવાના રિમાઈન્ડર્સ મેળવી શકો છો.
- એપ તમને તમારા શરીર માટે જરૂરી હાઇડ્રેશન લેવલ વિશે માહિતી આપે છે.
- રાત્રે તમે સાયલન્ટ મોડ સેટ કરી શકો છો, જેથી રિમાઈન્ડર્સથી પરેશાની ન થાય.
My Water Reminder: Drink Water
- આ એપ 10 લાખથી વધુ વખત ડાઉનલોડ થઈ છે અને વપરાશકર્તાઓએ આને એપને સારી રેટિંગ આપી છે.
- તમે તમારા માટે પર્સનલાઈઝ્ડ રિમાઈન્ડર સેટ કરી શકો છો.
- એપ તમારા દૈનિક પાણીના સેવનને ટ્રેક કરે છે અને તમારું હાઇડ્રેશન લેવલ મોનીટર કરે છે.
Drink Water Reminder
- 10 લાખથી વધુ ડાઉનલોડ ધરાવતી આ એપ પાણી પીવાનો ટાર્ગેટ સેટ કરવા અને પાણીની માત્રા મોનીટર કરવામાં મદદ કરે છે.
- તમે તમારા વજનને ટ્રેક કરી શકો છો અને હેલ્ધી હાઇડ્રેશન મેન્ટેન કરી શકો છો.
- એપ તમને અલગ અલગ મગ અથવા બોટલ માટે કસ્ટમાઇઝેશન વિકલ્પ આપે છે.
સારા હેલ્થ માટે પાણી પીવાનો ખ્યાલ રાખો!
આ એપ્સ વાપરીને તમે તમારા શરીરને હંમેશા હાઇડ્રેટેડ રાખી શકો છો અને ગરમીમાં ડીહાઇડ્રેશનથી બચી શકો છો. જો તમે વારંવાર પાણી પીવાનું ભૂલી જાઓ છો, તો તમારી જરૂરિયાત મુજબ કોઈ પણ એક એપ ડાઉનલોડ કરી લો અને હેલ્ધી રહો!
Water Reminder Apps
Water Drink Reminder
Water Reminder - Remind Drink
My Water Reminder
Drink Water
Drink Water Reminder